Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

આઇપીએલ-12: 346 ખેલાડીઓની થશે હરાજી: આ 9 ખેલાડીઓની બેસ પ્રાઇસ 2-2 કરોડ

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગના 12મી  સીઝન માટે થનાર હરાજીમાં 346 ખેલાડીઓ ભાગ લેવાના છે હરાજી 18 ડિસેમ્બરના જયપુર ખાતે યોજાશે. ભારતીય ક્રિકેટ કેન્ટ્રોલ બોર્ડે એક બયાનમાં કહ્યું કે વખતે હરાજીમાં 1003 કહેઅલડીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી પણ લીગની આઠ ટીમો પસંદ કરીને 346 ખેલાડીઓની સૂચિ તૈયર કરી છે. 346 ખેલાડીઓમાંથી 9 એવા ખેલાડીઓ છે જેમની શરૂઆતી કિંમત 2-2 કરોડની છે. સૂચીમાં બ્રેન્ડ મેક્લુમ,ક્રિસ વોક્સ, લસિથ મલાઇંગ, શોન માર્શ , કોલીન ઇનગ્રામ, કોરી એન્ડસન, એન્જેલો મેથ્યુસ, સેમ કુરેં અને ડી આર્કિ શોર્ટનું સમાવેશ થાય છે. બીજી તરફ 1.5 કરોડની યાદીમાં 10 ખેલાડીઓ સમાવેશ થાય છે. જેમાં એક ભારતીય અને નવ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. 1 કરોડનું શરૂઆતી કિંમતમાં ચાર ભારતીય સહિત 19 ખેલાડીઓ સમાવેશ થાય છે. યુવરાજ સિંહ, અક્ષય પટેલ અને મોહમ્મ્દ શમીની બેસ પ્રાઇસ વખતે એક કરોડ છે. 75 લાખની શરૂઆતી કિંમતમાં બે ભારતીય ખેલાડી માંથી એક ઇશાંત શર્મા છે અને બીજા 16 વિદેશી ખેલાડીઓ છે.

(6:46 pm IST)