Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

હેપી બર્થડે ભારતીય ઑલરાઉન્ડર ક્રિકેટર યુવરાજ સિંહ

નવી દિલ્હી: યુવરાજ સિંહ નો જન્મ ૧૨ ડિસેમ્બર ૧૯૮૧ ભારતના ચંદીગઢ શહેરમાં થયો હતો. તે ભારતના ક્રિકેટર ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને પંજાબી ફિલ્મ કલાકાર યોગરાજ સિંહના પુત્ર છે. ૨૦૦૦માં વનડેથી ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય બન્યા હતા. અને ૨૦૦૩માં તેમણે પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા હતા.

૨૦૦૭ અને ૨૦૦૮ અંત સુધી તેઓ વનડે ટીમના ઉપ કપ્તાન રહ્યા હતા. ૨૦૦૭ વર્લ્ડ ટ્વેન્ટી-૨૦માં તેમણે ઇંગ્લેન્ડના સ્ટુઆર્ટ બ્રોડની એક ઓવરમાં છ છક્કા ફટકાર્યાં હતા.યુવરાજ એક પ્રાથમિક ડાબોડી બેટ્સમેન છે તે ડાબોડી સ્પીન બોલીંગ કરી શકે છે. સ્પીન બોલીંગ કરતાં ઝડપી બોલીંગ સામે તેઓ સારી બેટીંગ કરે છે એવું માનવામાં આવે છે. તે ભારતીય ટીમના શ્રેષ્ડ ફિલ્ડરોમાંના એક છે, સ્ટમ્પના લક્ષ્ય સાથે, મૂળગત પોઇન્ટમાં સારી ફિલ્ડીંગ કરે છે.

(5:32 pm IST)