Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

અફઘાનિસ્તાન પ્રથમ ટેસ્ટ મેચ રમશે ભારત સામે

નવી દિલ્હી:અફઘાનિસ્તાન પોતાની પ્રથમ ટેસ્ટ મેચ ભારત સામે રમશે. આ ટેસ્ટ મેચનુ આયોજન ભારતમાં કરવામાં આવશે. બીસીસીઆઈના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ બોર્ડની વિશેષ સાધારણ બેઠક બાદ આ અંગેની જાહેરાત કરી. ચૌધરીએ જણાવ્યુ કે, અફઘાનિસ્તાનને ચાલુ વર્ષે આઈસીસીએ ટેસ્ટનો દરજ્જો આપ્યો છે. અફઘાનિસ્તાનની સાથે ભારતના ખાસ સંબંધને જોતા અમે આ દેશની સાથે પ્રથમ ટેસ્ટ મેચ રમવાનો નિર્ણય કર્યો છે. 

આ મેચ ભારતમાં રમાશે. જેની તારીખોની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે. પહેલા અફઘાનિસ્તાનની ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ રમવાની યોજના હતી, પરંતુ હવે અમારે પહેલા તેની મેજબાની કરવાની છે. બીસીસીઆઈએ સૈદ્ધાંતિક રુપથી ૨૦૧૯-૨૦૨૩ સુધી ફ્યૂચર ટૂર્સ પ્રોગ્રામ અંતર્ગત કુલ ૮૧ મેચોની મેજબાની કરવાનો નિર્ણય કર્યો છે. 

(5:23 pm IST)