Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

સ્પોર્ટ ફિક્સિંગ મામલે પાકિસ્તાનના ક્રિકેટર નાસિર જમશેદ પર એક વર્ષનો પ્રતિબંધ

નવી દિલ્હી:પાકિસ્તાન સુપર લીગ ટ્વેન્ટી-૨૦માં સ્પોટ ફિક્સિંગ કરવા બદલ પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નાસીર જમશેદ પર એક વર્ષનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનની એન્ટી કરપ્શન ટ્રિબ્યુનલે સ્પોટ ફિક્સિંગના મામલે સહકાર ન આપવાના મામલે જમશેદને દોષી ઠેરવ્યો હતો અને તેને સજા ફટકારવામાં આવી હતી. ચાલુ વર્ષે ફેબુ્રઆરીમાં યોજાયેલી પાકિસ્તાન સુપર લીગ સ્પોટ ફિક્સિંગના વિવાદોને કારણે ચર્ચામાં રહી હતી. આ મામલે જમશેદ પાંચમો એવો ખેલાડી છે કે, જેને સજા ફટકારવામાં આવી છે. અગાઉ શર્જિલ ખાન, ખાલીદ લતિફ, મોહમ્મદ ઇરફાન અને મોહમ્મદ નવાઝને નાણાંકીય દંડ તેમજ પ્રતિબંધની સજા ફટકારવામાં આવી ચૂકી છે

(5:23 pm IST)