Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

રણજી ટ્રોફી: સેમિફાઇનલમાં બંગાળે ગુજરાતને હરાવ્યું: દિલ્હી સામે ફાઇનલ રમશે

નવી દિલ્હી: ચેટર્જીના ૨૧૩, અનુસ્તુપ મજુમદારના ૧૩૨* તેમજ ઇશ્વરનની બંને ઈનિંગમાં સદીને સહારે બંગાળે ગુજરાત સામેની રણજી ક્વાર્ટર ફાઈનલમાં પ્રથમ ઈનિંગની સરસાઈને સહારે વિજય મેળવ્યો હતો. આ સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત બહાર ફેંકાયું હતુ. જ્યારે બંગાળે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે બંગાળનો મુકાબલો દિલ્હી સામે થશે. જ્યારે કર્ણાટકની ટક્કર વિદર્ભ સામે થશે. કર્ણાટકે ગઈકાલે જ મુંબઈને ઈનિંગથી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બંગાળ સામે ગુજરાતના બેટ્સમેનો પ્રભાવ પાડી ન શક્યા ગુ્રપ બીમાં શાનદાર દેખાવ સાથે ટોચ પર રહેલી ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતની ટીમના બેટ્સમેનો ક્વાર્ટર ફાઈનલમાં બંગાળ સામે પ્રભાવ પાડી શક્યા નહતા. જયપુરમાં એક તબક્કે બંગાળનો સ્કોર  ૫૯/૪ થઈ ગયો હતો, ૅજે પછી ઈશ્વરન (૧૨૯) અને અનુસ્તુપ મજુમદારે (૯૪) ટીમને ઉગારતાં ૩૫૪ સુધી પહોંચાડી હતી. ઈશ્વર ચૌધરીએ ગુજરાત તરફથી પાંચ વિકેટ ઝડપી હતી. જવાબમાં ગુજરાત ભાર્ગવ મેરાઈ (૬૭), કેપ્ટન પાર્થિવ પટેલ (૪૭) અને પિયુષ ચાવલા (૪૩)ની લડાયક ઈનિંગને સહારે ૨૨૪ રન કર્યા હતા. ૧૩૦ રનની સરસાઈ સાથે રમતાં બંગાળે ત્રીજા દિવસથી લઈને પાંચમા દિવસ સુધી બેટીંગ કરતાં બીજી ઈનિંગમાં ૨૩૧ ઓવરમાં ૬ વિકેટે ૬૯૫ રન કર્યા હતા. જેમાં ઈશ્વરનના ૧૧૪, ચેટર્જીના ૨૧૬ અને મજુમદારના ૧૩૨* મુખ્ય હતા. બીજી ઈનિંગમાં ઈશ્વર ચૌધરી અને ઋજુલ ભટ્ટે  બે-બે વિકેટ ઝડપી હતી

(5:22 pm IST)