Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

વિન્ડીઝનું ૨૦૩માં ફિંડલુ : કિવિઝનો ૨૪૦ રને વિજય

હેમીલ્ટન ટેસ્ટ : બીજા દાવમાં રોસ્ટન ચેસ (૬૪ રન) સિવાયના બેટ્સમેનો ફલોપ

હેમીલ્ટન : ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેના ટેસ્ટમાં કિવિઝનો ૨૪૦ રને ભવ્ય વિજય થયો છે. ૪૪૪ રનના ટાર્ગેટ સાથે ઉતરેલી વિન્ડીઝની ટીમ માત્ર ૨૦૩ રન બનાવી ઓલઆઉટ થઈ ગયુ હતું.

ન્યુઝીલેન્ડે બીજા દાવમાં ૮ વિકેટના ભોગે ૨૯૧ રને દાવ ડીકલેર કર્યો હતો. જેમાં રોસ ટેલરે શાનદાર સદી (૧૦૭ રન, ૧૯૮ બોલ, ૧૧ ચોગ્ગા) ફટકારી હતી. કેપ્ટન કેન વિલીયમ્સને ઝડપી ફીફટી (૫૪ રન, ૬૪ બોલ) ફટકારી હતી.

લીડ બાદ કરતા ૪૪૪ રનના જંગી ટાર્ગેટ સાથે ઉતરેલી વિન્ડીઝની ટીમ ૬૩.૫ ઓવરમાં ૨૦૩ રન જ બનાવી શકી હતી. રોસ્ટોન ચેઝ ૬૪ રન બનાવી આઉટ થયા હતા. બાકીના કોઈ બેટ્સમેન મોટો જુમલો કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

ન્યુઝીલેન્ડના ટીમ સાઉથી ૨, ટ્રેન્ટ બોલ્ટ ૨, મિચેલ સેન્ટનર ૨ અને નીલ વેગનરે ૩ વિકેટ ઝડપી હતી.

(3:22 pm IST)