Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ભારતીય ટીમ આફ્રિકામાં પ્રેકટીસ મેચ નહિં રમે : સઘન નેટપ્રેકટીસ કરશે

નવી દિલ્હી : ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાના સઘન પ્રવાસે જઈ રહી છે ત્યારે ૩૦મી ડિસેમ્બરથી બોલેન્ડ પાર્કમાં પ્રેકટીસ મેચ રમાનાર હતો જે કેન્સલ કરી નાખ્યો છે તેની જગ્યાએ ભારતની ટીમ સઘન નેટ પ્રેકટીસ કરશે. કેપટાઉન ખાતે ૫ જાન્યુઆરીથી પ્રથમ ટેસ્ટ રમાશે. આ ઉપરાંત વન-ડે મેચનો સમય પણ બદલાયો છે જે હવે આફ્રિકાના સમય અનુસાર બપોરે ૧ વાગ્યાથી (બીજા વન-ડે સિવાય) મેચ શરૂ થશે.(૩૭.૩)

(11:55 am IST)