Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

અંગ્રેજી સમાચારપત્ર સામે સ્ટોકસે લીધાં કાનૂની પગલાં

ઈંગ્લેન્ડના ક્રિકેટરના વ્યકિતગત જીવન વિષે સમાચાર છાપ્યા હતા

લંડનઃ થોડા દિવસ અગાઉ જે અંગ્રેજી સમાચારપત્રએ ઇંગ્લેન્ડના જબરદસ્ત પ્લેયર બેન સ્ટોકસના વ્યકિતગત જીવન વિશે સમાચાર છાપ્યા હતા એ સમાચારપત્ર સામે તેણે કાનૂની પગલાં લીધાં છે. વાસ્તવમાં થોડા સમય અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે સ્ટોકસનો જન્મ થાય એ પહેલાં તેની માતાના એકસ-પાર્ટનરે ન્યુ ઝીલેન્ડમાં તેનાં સાવકાં ભાઈ-બહેનનું ખૂન કર્યું હતું. આ સાથે જ એવા સમાચાર પણ ચાલી રહ્યા છે કે એક પાર્ટીમાં સ્ટોકસે તેની પત્નીનું ગળું દબાવીને તેની સાથે હિંસા આચરી હોવાના સમાચાર ફેલાતા હતા. આ સામે તાજેતરમાં સ્ટોકસ અને તેની માતા દેબોરાહે અંગ્રેજી સમાચારપત્ર વિરૂદ્ઘ કેસ દાખલ કર્યો છે.

જોકે સમાચારપત્રનું કહેવું છે કે તેમને સ્ટોકસના પરિવાર પાસેથી સ્ટોરી છાપવા માટે પૂરતો સહકાર મળ્યો નહોતો અને જયારે તેમના સંવાદાતાએ તેમની સાથે સંપર્ક કર્યો હતો ત્યારે તેમણે ના પણ નહોતી પાડી.

(3:42 pm IST)