Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

પદ્મ વિભૂષણ માટે મેરીકોમ અને પદ્મ ભૂષણ માટે સિંધુના નામની ભલામણ

નવી દિલ્હી: સરકારે પદ્મ વિભૂષણ માટે એમસી મેરી કોમ અને પદ્મ ભૂષણ માટે સ્ટટલર પીવી સિંધુનું નામ મોકલ્યું છે. એમસી મેરી કોમ દેશના બીજા સર્વોચ્ચ સન્માન માટે નામાંકિત થયેલ પ્રથમ મહિલા રમતવીર બની. મેરી કોમને 2006 માં પદ્મ શ્રી અને 2013 માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. સ્ટાર શટલર પીવી સિંધુને પદ્મ ભૂષણ માટે નામાંકિત કરાયા હતા.મેરી કોમ એકમાત્ર મુક્કાબાજી છે જેણે વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે. સાત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેડલ જીતનાર તે પ્રથમ મુક્કાબાજી પણ છે. 36 વર્ષીય મેરી કોમ પદ્મવિભૂષણ મેળવનારી ચોથી ખેલાડી બની શકે છે.

(5:31 pm IST)