Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

પંડ્યા વર્સસ પંડ્યા

ભારતીય ક્રિકેટ ટીમમાં પંડ્યા બ્રધર્સની જોડીના સૌકોઈ કાયલ છે. આ બન્ને ભાઈઓની જોડીનો ટ્રેઈનિંગ કરતો વિડિયો તેમણે પોતે જ સોશ્યલ મીડિયામાં વહેતો કર્યો છે. વિડિયોમાં હાર્દિકે ટ્રેઇનિંગ સેશનમાં બલ્લેબાજી જયારે કૃણાલે બોલિંગની પ્રેકિટસ કરી હતી. મજાની વાત એ છે કે હાર્દિકે દરેક બોલને જુસ્સાથી ફટકારી પોતે ફોર્મમાં હોવાની સાબિતી આપી હતી અને તેણે ટ્વીટ કર્યું હતું કે ટ્રેઇનિંગમાં પંડ્યા વર્સસ પંડ્યા. મોટા ભાઈ, આ રાઉન્ડ કદાચ હું જીતી ગયો છું. સોરી, તારા માથાની ઉપરથી બોલ મારવા બદલ. ધોનીના હેલિકોપ્ટર શોટ સહિત હાર્દિકની જબરદસ્ત બે્ટિંગવાળા આ વિડિયોના જવાબમાં કૃણાલે પણ એક વિડિયો અપલોડ કર્યો હતો જેમાં હાર્દિક બોલને ફટકારતાં ચૂકી જાય છે અને બોલ સ્ટમ્પત્ત્।ી ઘણી નજીકથી પસાર થાય છે. કૃણાલે આ વિડિયો સાથે ટ્વીટ કરી લખ્યું હતું કે હા હા હા... કૂલ બ્રો... પણ તે શા માટે આ વિડિયો અપલોડ ન કર્યો?

(3:55 pm IST)