Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

રિવર્સ સ્વિંગ માટે ઍન્ડરસન સૌથી બેસ્ટ : સચિન તેંડૂલકર

રિવર્સ સ્વિંગને પણ રિવર્સમાં નાખે છે : સચિન તેંડૂલકરઃ આઉટ-સ્વિંગરને કારણે બૉલ પિચ પર તમને ચકમો આપી બહાર નીકળી જાય છે અને એ જ વાત મારા માટે નવી છે

મુંબઈ, તા. ૧૨ : સચિન તેન્ડુલકરનું કહેવું છે આજના સમયમાં રિવર્સ સ્વિંગ માટે ઇંગ્લૅન્ડ પેસર જેમ્સ ઍન્ડરસન સૌથી બેસ્ટ છે. સચિને કહ્યું કે 'જિમી ઍન્ડરસન કદાચ પહેલો એવો બોલર હશે જે રિવર્સ સ્વિંગને પણ રિવર્સમાં નાખે છે. મેં છેલ્લા કેટલાક સમયમાં જોયું છે કે ઍન્ડરસન બૉલને આઉટ-સ્વિંગર તરીકે હોલ્ડ પર રાખે છે એ જ સમયે બૉલને ફરીથી પોતાના તાબામાં રાખવાનો પ્રયાસ પણ કરે છે.

સામાન્ય રીતે બૅટ્સમૅન રિસ્ટની પોઝિશન જોતા હોય છે અને એ જ વાતનો તે ફાયદો ઉપાડે છે. તમને લાગે કે તે ઇનર-સ્વિંગ બોલિંગ નાખી રહ્યો છે, પણ તે અલગ પ્રકારની બોલિંગ નાખીને બૅટ્સમૅનને હેરાન કરી મૂકે છે. તેના આઉટ-સ્વિંગરને કારણે બૉલ પિચ પર તમને ચકમો આપીને બહાર નીકળી જાય છે અને એ જ વાત મારા માટે નવી છે.

અત્યાર સુધી આવું કોઈએ નથી કર્યું અને હવે તો સ્ટુઅર્ટ બ્રૉડ પણ આવું કરતો થઈ ગયો છે. જોકે ઍન્ડરસને તો લાંબા સમય પહેલાં જ આવાં કરતબ શરૂ કરી દીધાં હતાં માટે હું તેને રિવર્સ-સ્વિંગનો સૌથી બેસ્ટ પ્લેયર ગણું છું.

(7:34 pm IST)