Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

ભારતીય ટીમને ઓકટોબરમાં ઓસ્ટ્રેલીયાનો પ્રવાસ ટી-ર૦ મેચો રમાશે

૪ ટેસ્ટ મેચ ૩ વન-ડે મેચ રમાશે : .બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કરી જાહેરાત

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે, તે પહેલા તેની ચર્ચાઓ ચાલી રહી છે. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી ઈચ્છે છે કે ઓસ્ટ્રેલિયામાં અમારા ખેલાડીઓના ક્વોરેન્ટાઇનના દિવસોને ઓછા કરવામાં આવે.

મહત્વનું છે કે ભારતીય ટીમ ચાર ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ માટે આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે.

સૌરવ ગાંગુલીએ એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ, આશા કરીએ છીએ કે ઓસ્ટ્રેલિયામાં અમારા ખેલાડીઓના ક્વોરેન્ટાઇનના દિવસોને ઓછા કરવામાં આવશે.

ગાંગુલીએ કહ્યુ, અમે તે નથી ઈચ્છતા કે આ મહત્વની સિરીઝ પહેલા અમારા બધા ખેલાડી દૂર જાય અને બે સપ્તાહ માટે હોટલના રૂમમાં બેઠા રહે. આ ખુબ નિરાશાનજક હોઈ શકે છે.

ગાંગુલીએ કહ્યુ, મેલબોર્ન સિવાય ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં સ્થિતિ સારી છે. તેને ધ્યાનમાં રાખી અને ત્યાં જશું અને આશા છે કે ક્વોરેન્ટાઇન સમય ઓછો થશે અને અમે ક્રિકેટમાં પરત ફરીએ.

મહત્વનું છે કે ઓક્ટોબરમાં ભારત ટી20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જેની શરૂઆત 11 ઓક્ટોબરથી બ્રિસ્બેનથી થશે, ત્યારબાદ 14 ઓક્ટોબર (કેનબરા) અને 17 ઓક્ટોબર (એડિલેડ)માં મેચ રમાશે. ત્યારબાદ ટી20 વિશ્વકપ થશે અને મહામારીને કારણે તેના આયોજનની સંભાવના ખુબ ઓછી છે.

(11:51 am IST)