Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

એલેકસ કેરીએ અપાવી અનિલ કુંબલેની યાદ

બર્મિંગહેમ : સેમી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયન વિકેટકીપર-બેટ્સમેન એલેકસ કેરીને ઈજા થઈ હતી. તેની આ ઈજા આપણે અનિલ કુંબલેની યાદ અપાવે છે. ઇનિંગ્સ આઠમી ઓવરમાં ઇંગ્લેન્ડના પીસ બોલર જો ફા આર્ચર એક બોલ હૈ ભેટમાં લાગ્યા બાદ તેના જડબા પર વાગ્યો હતો. આ ઇજાને કારણે તેને લોહી નીકળવા લાગ્યું હતું. જોકે તે ટ્રીટમેન્ટ લીધા પછી મોઢા પર પટ્ટી બાંધીને ગ્રાઉન્ડમાં બેટિંગ કરવા આવ્યો હતો. કરીએ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ટેસ્ટમાં ભારત વતી હાઈએસ્ટ વિકેટ લેનાર અનિલ કુંબલેની યાદ અપાવી હતી. ૧૭ વર્ષ પહેલાં કુંબલેએ ઈન્જર્ડ હોવા છતાં પટ્ટી બાંધીને ૧૪ ઓવર ફેંકી હતી જેમાં બ્રાયન લારાને લેગ-બિફોર વિકેટ આઉટ કર્યો હતો. કૈરીએ પણ આ રીતે પટ્ટી બાંધીને બેટિંગ ચાલુ રાખી હતી અને ૭૦ બોલમાં ૪ ફોરની મદદથી ૪૬ રન બનાવ્યા હતા.

(3:17 pm IST)