Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

સિંધુ, સાઈના અને કિદામ્બી પહોંચ્યા બેડમિન્ટનની પ્રી-કવોર્ટર ફાઈનલમાં

ફરી ફીટ થયેલી મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ સહિત તમામ ભારતીય ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરતા સિંગલ્સની પ્રી-કવોર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. એડીમાં થયેલી ઈજાને કારણે સિંધુ ટીમ ઈવેન્ટમાં નહોતી રમી. જો કે ગઈકાલે તેણે પોતાની પહેલી મેચમાં માત્ર ૧૮ મિનિટમાં જ વિજય મેળવ્યો હતો. સિંધુ ઉપરાંત સાઈના નેહવાલ, રૂથવિકા ગડે અને કિદામ્બી શ્રીકાંતે પોતપોતાની મેચ જીતીને પ્રી-કવોર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ ઈવેન્ટ બાદ ભારતીય ખેલાડીઓ વ્યકિતગત સ્પર્ધામાં પણ સારો દેખાવ કરે એવી શકયતા છે.

(3:57 pm IST)