Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

પહેલી T20 મેચમાં ભારતની નબળી શરૂઆત : કોહલી,પંત, ધવન અને કે એલ રાહુલ સસ્તામાં આઉટ : ઇંગલેંડને ૧૨૫ રનનો લક્ષ્‍યાંક

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી T20 મેચમાં ટોપ ઓર્ડર ફેઈલ

અમદાવાદ : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં આજે પહેલી વાર કોઈ આંતરરાષ્ટ્રીય T૨૦ મેચનું આયોજન થયું છે, જેમાં આજે ભારત અને ઈંગ્લેડ આમને સામને છે. મહત્વનું છે કે આ મેચમાં ઈંગ્લેન્ડ દ્વારા ટોસ જીતીને સૌથી પહેલા બોલિંગનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

 

ધરખમ બેટિંગ લાઇન અપ અને ઘરઆંગણાના મેદાનનું ફૂલ સપોર્ટ ધરાવતી ટીમ ઈન્ડિયાની શરૂઆત જોકે સારી રહી નહોતી અને ભારતે સૌથી પહેલી બે વિકેટના રૂપમાં કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનર કે એલ રાહુલની વિકેટો સસ્તામાં ગુમાવી દીધી હતી,  બંને વિકેટ પહેલા ૨૦ રનની અંદર જ ગુમાવી દીધી હતી.

જો કે આના પછી વિકેટકીપર રિષભ પંત અને શિખર ધવને બાજીને સંભાળવાની કોશિશ કરી હતી અને સ્કોરને આગળ ધપાવ્યો હતો પરંતુ શિખર ધવન પણ ૧૨ બોલ રમીને માત્ર ૪ રન જ નોંધાવી શક્યો હતો અને રિષભ પંત પણ ૨૧ રનના અંગત સ્કોરે સ્ટોક્સની બોલિંગમાં બેરિસ્ટરોના હાથે કેચ આઉટ થયો હતો. જો કે છેલ્લી અપડેટ સુધીમાં મિડલ ઓર્ડરના શ્રેયસ ઐય્યર અને હાર્દિક પંડયાએ બાજીને સંભાળી હતી. જો કે શ્રેયસ અય્યરના ૬૭ અને હાર્દિક પંડયાના ૧૯ રનની મદદથી ભારત ૧૦૦નો સ્કોર પાર કરી શક્યું હતું અને ભારતનો દાવ ૨૦ ઓવરના અંતે ૭ વિકેટના નુકસાન પર ૧૨૪ રન નોંધાયો છે. ઇંગલેંડને ૧૨૫ રનનો લક્ષ્‍યાંક આપવામાં આવ્યો છે.

(9:15 pm IST)