Gujarati News

Gujarati News

News of Friday, 12th March 2021

ભારતીય ક્રિકેટર જશપ્રીત બુમરાહ સાથે લગ્નના બંધને બંધાનાર સંજના ગણેશનનો એકદમ ગ્‍લેમર અંદાજ

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશન જલદી લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. જોકે બંનેએ અત્યાર સુધી આ સમાચારની પુષ્ટિ કરી નથી અને ના પણ પાડી નથી.

જલદી લેશે સાત ફેરા

જાણકારી અનુસાર જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશન 14 અથવા 15 માર્ચના રોજ ગોવામાં 7 ફેરા લઇ શકે છે. કોરોના વાયરસના ખતરાને જોતાં ફક્ત નજીકના સંબંધીઓ અને કેટલાક ખાસ મિત્રો વેડિંગ ફંકશનમાં ભાગ લેશે.

એકદમ ગ્લેમરસ છે સંજના

ક્રિકેટ ફેન્સની વચ્ચે સંજન ગણેશન ખૂબ ફેમસ છે. તે મોટાભાગે કલકત્તા નાઇટરાઇડર્સના સ્પેશિયલ શો 'નાઇટ ક્લબ' હોસ્ટ કરે છે. આ ઉપરાંત તે સ્ટાર સ્પોર્ટ્સ માટે એન્કરિંગ કરતી જોવા મળે છે.

(4:46 pm IST)