Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

મેચ-ફિકિસંગ હત્યા કરતાં પણ મોટો અપરાધ

ચેન્નાઈ સુપર કિંગ્ઝના પ્રતિબંધ બાદ વાપસી પર આધારીત 'રોર ઓફ ધ લાયન'ના ટ્રેલરમાં માહીએ કહ્યું

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ થોડા સમય બાદ રિલીઝ થનારી ડોકયુમેન્ટરીમાં કહ્યું છે કે મારા માટે સૌથી મોટો ગુનો હત્યા નહીં, પરંતુ મેચ-ફિકિસંગ છે. સ્પોટ-ફિકિસંગ માટે બે વર્ષના પ્રતિબંધ બાદ ચેન્નઈ સુપર કિંગ્સની ગયા વર્ષે આઈપીએલમાં વાપસી પર આધારિત આ ડોકયુમેન્ટરી રોર ઓફ ધ લાયનના ૪૫ સેકન્ડના ટ્રેલરમાં ધોનીએ કહ્યું હતું કે ટીમ આમાં (મેચ-ફિકિસંગ) સામેલ હતી. મારા પર પણ આરોપ મુકાયા હતા. અમારા બધા માટે ખરાબ સમય હતો. વાપસી એક લાગણીભરી ક્ષણ હતી જે ઘટનામાં તમારું મૃત્યુ નથી થતું. એ તમને મજબૂત બનાવે છે.

આ ડોકયુમેન્ટરી હોટસ્ટાર પર દેખાડવામાં આવશે. ધોનીએ ૨૦૧૮માં ચેન્નઈની ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું તેમ જ ત્રીજી વખત ટીમને ચઙ્ખમ્પિયન બનાવી હતી. ૨૦૧૩ સ્પોટ-ફિકિસંગ મામલે મેનેજમેન્ટની ભૂમિકાને કારણે ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો.

(3:40 pm IST)