Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

નીદહાસ ટ્રોફીમાં ભારતનો છ વિકેટે વિજય :શ્રીલંકા સામે ભારતે લીધો હારનો બદલો

વરસાદના કારણે મેચ 19 ઓવરની કરાઈ હતી :શાર્દુલ ચાર વિકેટ ખેડવી :મનીષ પાંડેએ 42 રન ફટકાર્યા

 

નવી દિલ્હી :નિદાહાસ ટ્રૉફીમાં શ્રીલંકા સામે મેચમાં ભારતે વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે શ્રીલંકાએ આપેલા 153 રનના લક્ષ્યાંકને ભારતે 4 વિકેટ ગુમાવી પાર કર્યો હતો. ભારત તરફથી મનીષ પાંડેએ શાનદાર 42 રન નોંધાવ્યા હતા. ઉપરાંત દિનેશ કાર્તિકે 38 અને સુરેશ રૈનાએ 15 બોલમાં 27 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી.

  અગાઉ મેચ વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી અને 19-19 ઓવર્સની કરાઈ હતી. ભારતે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકન ઓપનર્સ શરૂઆતની 2 ઓવર્સમાં 25 રન ઝૂડી કાઢતા ભારતીય ટીમમાં ચિંતાની લકીર ખેંચાઈ હતી જોકે, ત્રીજી ઓવરના પ્રથમ બોલે શાર્દૂલ ઠાકુરે ગુણાતિલકા(17)ને આઉટ કરી ભારતને સફળતા અપાવી. બાદમાં ઓપનર ઉપુલ થરંગા (22) અને ઓપનર કુશલ મેન્ડિસ વચ્ચે 62 રનની ભાગીદારી નોંધાઈ. જોકે અન્ય બેટ્સમેનો નિષ્ફળ જતા શ્રીલંકા અપેક્ષાનુસારનો સ્કોર નોંધાવી શકી નહોતી અને 19 ઓવર્સમાં 9 વિકેટે 152 રન બનાવ્યા હતી
  . શ્રીલંકા તરફથી મેન્ડિસે સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી શાર્દૂલ ઠાકુરે 27 રનમાં ચાર વિકેટ અને વૉશિગ્ટન સુંદરે 21 રનમાં 2 વિકેટ ઝડપી હતી.153 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી રોહિત શર્મા(13) ફરી એકવાર નિરાશ કર્યા હતા. ઉપરાંત શિખર ધવન(8) પણ સસ્તામાં આઉટ થઈ જતા ભારત મુસીબતમાં મુકાયું હતું. જોકે. લોકેશ રાહુલ (17) અને સુરેશ રૈના(27) 40 રનની ભાગીદારી નોંધાવી ટીમને સ્થિરતા આપવાનો પ્રયત્ન કર્યો હતો.રાહુલ કમનસીબ રીતે અને રૈના એક ઉતાવળીયો શોટ રમવામાં આઉટ થયા હતા. બાદમાં બેટિંગમાં આવેલા મનીષ પાંડે અને દિનેશ કાર્તિકે સ્કોરબોર્ડને સતત ફરતું રાખ્યું હતું અને ટીમને વધુ નુકસાન થવા દીધું નહોતું. રીતે બંનેએ છેવટ સુધી ક્રિઝ પર ઊભા રહી ભારતને જીત સુધી પહોંચાડી હતી.

 

(1:09 am IST)