Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ઓસ્ટ્રેલિયન ઓપનના ચોથા રાઉન્ડમાં પહોંચી સેરેના વિલિયમ્સ

 નવી દિલ્હી: યુ.એસ.ની દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે શુક્રવારે ચોથા રાઉન્ડમાં પ્રવેશ કરી ,સ્ટ્રેલિયન ઓપનમાં પોતાનો 90 મો વિજય નોંધાવ્યો હતો. વિલિયમ્સે ત્રીજા રાઉન્ડમાં રશિયન યુવા ટેનિસ ખેલાડી અનાસ્તાસિયા પોટાપોવાને 7-6 (5) 6-2થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. સેરેનાએ પહેલા સેટમાં બે સેટ પોઇન્ટ બચાવ્યા અને પહેલો સેટ 7-6થી જીત્યો. પ્રથમ સેટમાં સખત લડતનો સામનો કર્યા પછી, વિલિયમ્સે તેના વિરોધીને બીજા સેટમાં કોઈ તક આપી નહીં અને બીજો સેટ 6-2થી સરળતાથી જીતી લીધો.

(5:54 pm IST)