Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વસીમ જાફર પર ટીમમાં કોમવાદ ફેલાવવાનો કથિત આરોપ કુમ્બલેએ કર્યું વસીમનું સમર્થન : કહ્યું -તમે યોગ્ય નિર્ણય કર્યો

ક્રિકેટ ખેલાડી મનોજ તિવારીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રીને આ અંગે દખલગીરી કરવાની ભલામણ કરી

વસીમ જાફર અને ક્રિકેટ એસોસિએશન ઓફ ઉત્તરાખંડ (સીએયૂ)ના વિવાદ વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અનિલ કુંબલેએ વસીમ જાફરનું સમર્થન કર્યું છે.

જાફરના એક ટ્વિટ પોસ્ટ પર જવાબ આપતા કુંબલેએ લખ્યું, “હું તમારી સાથે છું વસીમ, તમે યોગ્ય નિર્ણય કર્યો, દૂર્ભાગ્યથી ખેલાડીઓને તમારૂ માર્ગદર્શન મળશે નહીં.”

ટીમમાં કોમવાદ ફેલાવવાનો કથિત આરોપ પછી જાફરે ટ્વિટ કર્યું હતું, “મેં જય બિસ્ટાને કેપ્ટન બનાવવાનો સૂચન આપ્યું હતું પરંતુ સીએયૂના અધિકારીઓએ ઈકબાલનું સમર્થન કર્યું. મેં મૌલવિયોને બોલાવ્યા નથી. મેં રાજીનામું આપ્યું કેમ કે, સિલેક્ટર અને સેક્રેટરી અયોગ્ય ખેલાડીઓને પ્રોત્સાહન આપી રહ્યાં હતા. ટીમ શિખ સમુદાયનો એક મંત્ર બોલતી હતી, મેં સૂચન આપ્યું કે, ‘ગો ઉત્તરાખંડ’ બોલી શકો છો

ક્રિકેટ ખેલાડી મનોજ તિવારીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રીને આ અંગે દખલગીરી કરવાની ભલામણ કરી.છે તેમને લખ્યું, “હું ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતને વિનંતી કરીશ કે, આ બાબતે તેઓ તરત જ દખલ કરે, જેમાં અમારા નેશનલ હીરો વસીમ ભાઈ પર ક્રિકેટ એસોસિએશનમાં સાંપ્રદાયિકતાનો લેબલ લગાવવામાં આવી રહ્યો છે. જેમાં તરત જ એક્શન લેવામાં આવશે. સમય એક ઉદાહરણ પૂરૂ પાડવાનો છે.

 

ઉત્તરાખંડના ક્રિકેટ ટીમના કોચના પદ પરથી રાજીનામું આપ્યા પછી પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે ગુરૂવારે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, એવા પદનો શું ફાયદો જ્યારે કોચ સાથે ગેરવર્તન થતો હોય અને તેની ભલામણોને માનવામાં ના આવતી હોય.

આ સપ્તાહમાં જ જાફરે પોતાના કોચના પદ પરથી રાજીનામું આપ્યું હતુ કે, સિલેક્શન કમેટી અને ક્રિકેટ એસોસિએશન ઓફ ઉત્તરાખંડ (સીએયૂ)ના સેક્રેટરી માહિમ વર્મા તરફથી ખુબ જ દખલઅંદાજી કરવામાં આવી રહી છે. તેમને કહ્યું કે, તેઓ ઉત્તરાખંડના કોચિંગને લઈને બધી જ રીતે સમર્પિત હતા અને તે માટે તેમને અનેક બીજા પદોને ના કહ્યું, જેમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ માટે બેટિંગ કોચનો પદ પણ સામેલ છે

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં જાફરે કહ્યું, “તે દિલ તોડનાર અને દુ:ખદ છે. મેં ખંતથી કામ કર્યુ અને ઉત્તરાખંડના કોચના પદ માટે સમર્પિત રહ્યો. હું હંમેશા યોગ્ય કેન્ડિડેટનો આગળ વધારવા ઈચ્છતો હતો. મને એવું લાગવા માંડ્યું હતુ કે, હું દરેક નાની એવી ચીજ માટે લડી રહ્યો હતો. સિલેક્ટર્સ એટલી દખલગીરી હતી કે અનેક વખત તેઓ સક્ષમ નથી તેવા ખેલાડીને આગળ વધારવામાં આવી રહ્યો હતો.

માહિમ વર્મા પર આરોપ લગાવતા તેમને કહ્યું કે, અનેક અડચણો હતી, જેને લઈને તેઓ ક્યારેય તેમને જવાબ આપતા નહતા.

“અંતિમ દિવસોમાં તે લોકોએ વિજય હજારે ટ્રોફી માટે મને બતાવ્યા વગર ટીમની પસંદગી કરી લેવામાં આવી. તેમને કેપ્ટન બદલી નાંખ્યો, 11 ખેલાડી બદલી નાખવામાં આવ્યા, જો ચીજો આવી રીતે ચાલશે, તો કોઈ કામ કેવી રીતે કરશે? હું તે કહી રહ્યો નથી કે, મને ટીમની પસંદગી કરવી છે, પરંતુ તમે મારી સલાહ માનશો નહીં, તો મારૂ અહીં હોવાનો અર્થ શું છે

એએનઆઈ અનુસાર કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામા આવ્યું છે કે, સીએયૂના કેટલાક અધિકારીઓએ જાફર પર સાંપ્રદાયિકતા અને ટીમને ધર્મના નામ પર વહેંચવાનો આરોપ લગાવ્યો છે.

જોકે, જાફરે તે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. એએનઆઈ સાથે વાત કરતાં તેમને કહ્યું કે, જો એવું હોત તો તેઓ રાજીનામું આપ્યું ના હોત, તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોતા.

તેમને કહ્યું, “તે ખુબ જ દુ:ખદ છે કે, મારે અહીં બેસીને સાંપ્રદાયિક એંગલ વિશે વાત કરવી પડી રહી છે. એક વ્યક્તિ જે 15-20 વર્ષોથી ક્રિકેટ રમી રહ્યો છે, તેને આ બધુ સાંભળવું પડી રહ્યું છે, આ પાયાવિહોણા આરોપ છે. આ બીજા મુદ્દાઓને છૂપાવવાની કોશિશ છે. મેં ઈજ્જત સાથે ક્રિકેટ રમી છે. મેં રાજીનામું આપ્યું કેમ કે, હું ખુશ નહતો, જો હું સાંપ્રદાયિક હતો, તો મને સસ્પેન્ડ કરવામાં આવતો, હવે જ્યારે મેં રાજીનામું આપી દીધું છે તો, તેઓ આ મુદ્દો ઉઠાવી રહ્યાં છે

સીએયૂના સેક્રેટરીએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે, જાફરે અનેક વખત તેમના સાથે ગેરવર્તન કર્યું હતું અને અનેક વખત તેઓ ઈચ્છતા હતા કે, સિલેક્શન કમેટી તેમની દરેક વાત માને.

તેમને કહ્યું, “વસીમને અનેક મુશ્કેલીઓ હતી, તેઓ જે પણ કહી રહ્યાં છે તે બધુ ખોટું છે, તેમની વાતોમાં કોઈ જ સત્યતા નથી. અમે તેમના કહેવા પર અનેક કામ કર્યા છે. તેમને એક સિલેક્શન મેચ પણ કરાવી હતી. જાફર કહેતા હતા કે, ચીજો તેમના અનુસાર થશે નહીં તો તેઓ રાજીનામું આપી દેશે. તેમને તે પણ કહ્યું કે, ટ્રેનર અને બોલિંગ કોચ તેમની પસંદના રહેશે, જેના માટે અમે હામી ભરી હતી. સિલેક્શન કમેટીએ કહ્યું કે, તેમને જે પણ ટીમ જૂએ છે અમે આપીશું પરંતુ સારૂ પ્રદર્શન રહેશે નહીં તો અમે એક્શન લઈશું.”

“તેમને અનેક વખત મારા સાથે અભદ્રતા કરી હતી. 7 ફેબ્રુઆરીએ તેમને ખેલાડીઓનો અલગ લિસ્ટ મોકલી દીધો. હું એક વખત ફરીથી કહી રહ્યો છું કે, તેમને સૂચન આપવાનો અધિકાર છે પરંતુ તેઓ તે ખેલાડીઓનો લિસ્ટ મોકલી શકે નહીં જેમને સિલેક્શન કમેટીએ પસંદ કરવાના છે. અમે ક્રિકેટનો એક સારો માહોલ ઈચ્છીએ છીએ, તેથી તેમની પસંદગી કરી હતી

(12:06 am IST)