Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

ટેસ્ટ અને વન-ડે કરિયરને આગળ વધારવા અને પોતાના પરિવારની સાથે વધુ સમય પસાર કરવા માટે આગામી કેટલાક વર્ષોમાં ટી-૨૦ ક્રિકેટરો અલવિદા કહી શકે છેઃ ઓસ્‍ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નર

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નરે કહ્યું કે, તે ટેસ્ટ અને વનડે કરિયરને આગળ વધારવા અને પોતાના પરિવારની સાથે વધુ સમય પસાર કરવા માટે આગામી કેટલાક વર્ષોમાં ટી-20 ક્રિકેટને અલવિદા કહી શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો એલન બોર્ડર મેડલ જીતનાર વોર્નરે પુરસ્કાર મેળવ્યા બાદ ભાવુક થયો હતો. 2018માં બોલ ટેમ્પરિંગને કારણે એક વર્ષ પ્રતિબંધનો સામનો કર્યા બાદ શાનદાર વાપસી કરતા વોર્નરે આ પુરસ્કાર જીત્યો છે.

ડેવિડ વોર્નરને વર્ષનો સર્વશ્રેષ્ઠ ટી20 ક્રિકેટર પણ પસંદ કરવામાં આવ્યો હતો. વોર્નરે એએપીને કહ્યું, 'ટી20 ક્રિકેટમાં સતત વિશ્વકપ રમવાનો છે. આ ફોર્મેટમાં હું આગામી કેટલાક વર્ષોમાં નિવૃતી લઈ શકુ છું. ત્રણેય ફોર્મેટમાં રમવું મુશ્કેલ છે. તે બધાને શુભકામનાઓ જે આમ કરી શકે છે. આ પડકારજનક છે.'

ટેસ્ટ અને વનડે બંન્નેમાં વોર્નરની એવરેજ 40થી ઉપરની છે અને ટી20માં તેની સ્ટ્રાઇક રેટ 140ની છે. આગમી બે ટી20 વિશ્વકપ ઓસ્ટ્રેલિયા (આ વર્ષે) અને ભારત (આગામી વર્ષે) યોજાવાના છે. વોર્નરે કહ્યું કે, તેણે ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ સાથએ વાત કરી છે જેથી ત્રણેય ફોર્મેટમાં રમવાથી થાકને સમજી શકાય.

તેણે કહ્યું, 'મેં એબી ડિવિલિયર્સ અને વીરેન્દ્ર સહેવાગ સાથે વાત કરી છે જે લાંબા સમય સુધી રમતા રહ્યાં છે. આ પડકારજનક છે. ઘર પર ત્રણ નાના બાળકો છે અને પત્ની છે અને સતત યાત્રા કરવી મુશ્કેલ થાય છે.'

(4:40 pm IST)