Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

પાકિસ્તાનની પહેલી ટેસ્ટના છેલ્લા જીવિત પ્લેયર વકાર હસનનું નિધન

પાકિસ્તાનની પહેલી ટેસ્ટ મેચના છેલ્લા જીવિત પ્લેયર વકાર હસનનું ગઈ કાલે નિધન  થયું હતું. તેઓ ૮૭ વર્ષના હતા. ઓકટોબર ૧૯૫૨માં નવી દિલ્હીમાં રમાયેલી ભારત- પાકિસ્તાનની પહેલી ટેસ્ટ મેચમાંના પાકિસ્તાન ટીમના તેઓ એકમાત્ર જીવિત પ્લેયર હતા. ૧૯૫૪માં ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાને મેળવેલી રેકોર્ડ જીતમાં તેમનું પણ યોગદાન રહ્યું હતું.

(3:44 pm IST)