Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : થાઈલેન્ડમાં જ ક્વોરેન્ટાઇન કરી દેવાઈ

થાઈલેન્ડ ઓપનમાં પ્રતિસ્પર્ધી મુકાબલા પહેલા સંક્રમિત થતા હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન કરાઈ

નવી દિલ્હી : બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલ કોરોના વાયરસ સકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે. સાઈના બેડમિન્ટન ટૂર્નામેન્ટ રમવા માટે થાઈલેન્ડમાં છે, જ્યાં હવે તેમને હોસ્પિટલમાં જ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ નેહવાલ માટે આ મોટો ઝાટકો સાબિત થયો છે, કેમ કે 12થી 17 જાન્યુઆરી વચ્ચે યોનેક્સ થાઈલેન્ડ ઓપન રમવામાં આવશે. તે પછી 19થી 24 જાન્યુઆરી વચ્ચે ટોયટા થાઈલેન્ડ ઓપન અને 27થી 31 જાન્યુઆરી વચ્ચે બીડબ્લ્યૂએફ વિશ્વ ટૂર ફાઈનલ રમાશે

કોરોના વાયરસ મહામારીના કારણે લગભગ 10 મહિનાઓ સુધી આંતરાષ્ટ્રીય કેલેન્ડર પ્રભાવિત થયા પછી ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ મંગળવારથી શરૂ થનાર થાઈલેન્ડ ઓપન સુપર 1000 ટૂર્નામેન્ટથી પ્રતિસ્પર્ધી મુકાબલામાં વાપસી કરવાની હતી. સિંધુ ઓક્ટોબરથી ઈંગ્લેન્ડમાં ટ્રેનિંગ કરી રહી હતી.

આનાથી પહેલા બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ બેંકોકમાં થનાર આ ટૂર્નામેન્ટથી પહેલા લગાવવામાં આવેલા પ્રતિબંધો પર ખુશ નહતી. સાઈનાએ કોવિડ-19 પ્રોટોકલ હેઠળ લગાવવામાં આવેલા પ્રતિબંધો પર નારાજગી વ્યક્ત કરતાં ટ્વિટ કર્યા હતા. 30 વર્ષની સાઈના નેહવાલ હવે ઉપરોક્ત બધી જ ટૂર્નામેન્ટમાં કદાચ હિસ્સો લઈ શકશે નહીં.

 

(1:02 pm IST)