Gujarati News

Gujarati News

News of Saturday, 11th December 2021

ઇંગ્લેન્ડ પર ભારી પડયું ઓસ્ટ્રેલીયા

બીજી ઇનીંગમાં ઇંગ્લેન્ડ ૨૯૭ રનમાં ઓલઆઉટઃ લીયોનની ૪ વિકેટઃ ટ્રેવીસ હેડ પ્લેયર ઓફ ધ મેચઃ એશીઝ જંગમાં ઓસ્ટ્રેલીયા ૧-૦ થી આગળ

નવી દિલ્હીઃ બ્રિસ્બેનનાં ગાબા ખાતે રમાયેલા પ્રથમ ટેસ્ટમાં ટ્રેવિસ હેડની તોફાની ઇનિંગ્સ અને ડેવિડ વોર્નર તથા માર્નસ લેબુશેનની અડધી સદી બાદ પેટ કમિન્સની ઘાતક બોલિંગનાં દમ પર ઓસ્ટ્રેલિયાએ એશિઝ ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને  ચોથા દિવસે જ ૯ વિકેટે હરાવ્યું છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ સીરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.

 મેચનાં ચોથા દિવસે ઈંગ્લેન્ડ ૨૯૭ રનમાં જ ઓલઆઉટ થયુ હતું.   ઓસ્ટ્રેલિયાને માત્ર ૨૦ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમે વિકેટ કીપર બેટ્સમેન એલેકસ કેરીની વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. માર્કસ હેરિસ ૯ અને માર્નસ લાબુશેન ખાતુ ખોલ્યા વિના અણનમ પરત ફર્યા હતા.  બીજી ઇનીંગમાં નાથાન લીયોને ૪ વિકેટ લીધી હતી. શાનદાર સદી ફટકારનાર ટ્રેવીસ હેડને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. એશીઝ જંગમાં ઓસ્ટ્રેલીયાએ ૧-૦થી લીડ મેળવી લીધી હતી. 

(12:05 pm IST)