Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

નિવૃત્તિની જાહેરાત બાદ પાર્થિવ પટેલ મુંબઈ ઇન્ડિયનમાં 'ટેલેન્ટ સ્કાઉટ ' તરીકે જોડાયો

"મુંબઇ ઇન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ કહ્યું કે પાર્થિવના ફ્રેન્ચાઇઝીમાં જોડાવાથી તે ખુશ છે

ભારત અને ગુજરાતના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 'ટેલેન્ટ સ્કાઉટ' એટલે કે નવા ટેલેન્ટ ફાઇન્ડર તરીકે જોડાયો છે. ભારત તરફથી 25 ટેસ્ટ, 38 વનડે અને બે ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પાર્થિવે બુધવારે નિવૃત્તિ જાહેર કરી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે એક નિવેદનમાં કહ્યું, 'પાર્થિવ પાસે બે દાયકાથી વધુ સમયથી ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો અપાર અનુભવ છે. આ સિવાય તેમને આઈપીએલ સ્પર્ધાની પણ સારી સમજ છે. "મુંબઇ ઇન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ કહ્યું કે પાર્થિવના ફ્રેન્ચાઇઝીમાં જોડાવાથી તે ખુશ છે. તેણે કહ્યું હતું કે, 'જ્યારે તે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમ્યો ત્યારે અમને તેની ક્રિકેટ વિશેની સમજણની તક મળી. તેમને ક્રિકેટનું ઊંડું જ્ઞાન છે અને આની સાથે મને નવી પ્રતિભા શોધવા માટેના અમારા કાર્યક્રમમાં તેમના યોગદાનનો વિશ્વાસ છે. "

આ સાથે જ પાર્થિવ પટેલે કહ્યું કે," મેં મુંબઈ ઈન્ડિયન્સ વતી રમતની મજા માણી છે. આ ચેમ્પિયન ટીમ સાથે ત્રણ વર્ષ સુધી વિતાવેલી ક્ષણો હજી મારા મગજમાં તાજી છે. મારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવાનો સમય આવી ગયો છે. હું મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટ તરફથી આપેલીઆ તક માટે ઉત્સાહિત છું.

(1:55 pm IST)