Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

વેસ્ટઇંડીજ પ્રવાસ માટે ઇંગ્લેન્ડની ટેસ્ટ અને વનડે ટીમનું એલાન

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ ક્રિક્ટ બોર્ડ દ્વારા આગામી વેસ્ટઇંડીજ પ્રવાસ માટે ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત કરવામાં આવી છે શ્રીલંકા સામે છેલ્લે રમાયેલ મેચમાં ઇંગ્લેન્ડે એતિહાસિક જીત મેળવનાર ટેસ્ટ ટીમને વેસ્ટઇંડીજ સામે ટેસ્ટ સિરીઝ રમશે જયારે વનડે ટીમમાં ડેવિડ વિલેની લેવામાં આવ્યો છે જે પહેલા ઇજાને લીધે બહાર હતો સિવાય જોઈ ડૅલી પણ ટીમમાં જગ્યા મળી છે. તેને ઇજા પામેલ ખેલાડી લિયામ ડોસનની જગ્યા પર લેવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડની ટીમ 23 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી વેસ્ટઇંડીજ સામે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ તથા 20 ફેબ્રુઆરીથી બે માર્ચ સુધી પાંચ વનડે મેચની સિરીઝ રમશે.

ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમ: જો રૂટ(કપ્તાન), મોઇન અલી, જેમ્સ એન્ડરસન ,જોની બેરસ્ટ, સ્ટુઅર્ટ,રોરી બન્ર્સ, જોસ બટલર, સેમ કરણ, જો ડેનલી, બેન ફોક્સ,કીટન જેનિંગ્સ, જેક લીચ, આદિલ રશીદ, બેન સ્ટોક્સ, ઓલી સ્ટોન અને ક્રિસ વોક્સ.

ઇંગ્લેન્ડની વનડે ટીમ:ઈયોન મોર્ગન  (કપ્તાન),જો રૂટ, મોઇન અલી, એલિક્સ હેલ્સ  ,જોની બેરસ્ટ, જેસન રોય , લિયમ પલકેટ, જોસ બટલર, સેમ કરણ, જો ડેનલી, બેન ફોક્સ, માર્ક વુડ , જેક લીચ, આદિલ રશીદ, બેન સ્ટોક્સ,  અને ક્રિસ વોક્સ.

 

(5:55 pm IST)