Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

બીજી ટેસ્ટ મેચ : વિન્ડિઝને જીતવા ૪૧૪ રનની જરૂર

ન્યુઝીલેન્ડના આઠ વિકેટે ૨૯૧ રન દાવ ડિકલેર : વેસ્ટઇન્ડિઝના બીજા દાવમાં બે વિકેટે માત્ર ૩૦ રન થયા

હેમિલ્ટન, તા. ૧૧ : હેમિલ્ટન  ખાતે રમાઇ રહેલી ટેસ્ટ મેચ હવે રોમાંચક તબક્કામાં પ્રવેશી ગઇ છે. આજે રમત બંધ રહી ત્યારે વેસ્ટ ઇન્ડિઝે ૪૪૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા બીજા દાવમાં બે વિકેટે ૩૦ રન બનાવ્યા હતા. વિન્ડીઝની ટીમ પ્રથમ દાવમાં ૨૨૧ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડે તેના બીજા દાવમાં આઠ વિકેટે ૨૯૧ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ન્યુઝીલેન્ડ તરફથી રોસ ટેલરે અણનમ ૧૦૭ રન બનાવ્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે જીતવા માટેના ૪૪૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા વિન્ડીઝે બે વિકેટે ૩૦ રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝની ટીમ હજુ પણ ખુબ પાછળ છે તેની ફરી એકવાર હાર દેખાઇ રહી છે.  વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણી બાદ ત્રણ વનડે અને ત્રણ ટ્વેન્ટી મેચો રમાનાર છે. ટેસ્ટ શ્રેણી બાદ બન્ને દેશો વચ્ચે વનડે શ્રેણી રમાશે. બન્ને દેશો વચ્ચે વનડે શ્રેણી પૈકીની પ્રથમ વનડે મેચ ૨૦મી ડિસેમ્બરના દિવસે રમાશે. જ્યારે બીજી વનડે મેચ ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાનાર છે. ત્રીજી મેચ ૨૬મી ડિસેમ્બરના દિવસે રમાનાર છે. ઘરઆંગણે ન્યુઝીલેન્ડની ટીમ હોટ ફેવરિટ તરીકે દેખાઈ રહી છે. વેસ્ટઇન્ડિઝની ટીમનો દેખાવ કંગાળ રહેતા ટીમના સમર્થકોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. જ્યારે ઘરઆંગણે ન્યુઝીલેન્ડે શ્રેણીમાં ભવ્ય દેખાવ કર્યો હતો.  ન્યુઝીલેન્ડે છેલ્લે ભારત સામે શ્રેણી રમી હતી. જો કે, ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને ઘરઆંગણે કારમી હાર આપી હતી. હવે વિન્ડિઝ સામે ન્યુઝીલેન્ડની ટીમ ધરખમ દેખાવ કરી રહી છે. વિલિયમસનના નેતૃત્વમાં ટીમમાં તમામ સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા છે જેમાં રોસ ટેલર, બોલ્ટ, સાઉથીનો સમાવેશ થાય છે જ્યારે વિન્ડિઝની ટીમમાં તમામ નવા ખેલાડીઓ છે જે પોતાની કુશળતા સાબિત કરવા મેદાનમાં ઉતર્યા છે.અત્રે નોંધનીય છે કે, વેલિંગ્ટન ખાતે પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે એક ઇનિંગ્સ અને ૬૭ રને વિન્ડિઝ ઉપર આજે જીત મેળવી હતી. પ્રથમ ટેસ્ટમાં વિન્ડિઝની ટીમ તેના બીજા દાવમાં ૩૧૯ રન કરીને આઉટ થઇ ગઈ હતી. ન્યુઝીલેન્ડે બીજા દાવમાં બેટિંગ કરવાની પણ ફરજ પડી ન હતી. ન્યુઝીલેન્ડ તરફથી તમામ બોલરોએ જીતમાં ભૂમિકા ભજવી હતી.  આ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે શાનદાર દેખાવ કરીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. વાગનરની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગ્સમાં વાગનરે સાત અને બીજી ઇનિેંગ્સમાં બે વિકેટો ઝડપી હતી.આજની રમતની મુખ્ય વિશેષતા રોસ ટેલરની શાનદાર સદી રહી હતી. રોલ ટેલરે ૧૯૮ બોલમાં ૧૧ ચોગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. કમિન્સે ત્રણ વિકેટે ઝડપી હતી.

ન્યુઝીલેન્ડ પ્રથમ દાવ : ૩૭૩

વેસ્ટઇન્ડિઝ પ્રથમ દાવ :

બ્રેથવેઇટ

કો. સાઉથી બો. ગ્રાન્ડહોમ

૬૬

પોવેલ

કો. બ્લેન્ડેલ બો. સાઉથી

૦૦

હેટમાયર

કો. એન્ડ બો. બોલ્ટ

૨૮

હોપ

કો. ટેલર બો. સાઉથી

૧૫

ચેઝ

બો. ગ્રાન્ડહોમ

૧૨

અમરીશ

હિટવિકેટ બો. બોલ્ટ

૦૨

ડાઉરિચ

કો. એન્ડ બો. વાગનર

૩૫

રેફર

અણનમ

૨૩

રોચ

કો. બોલ્ટ બો. વાગનર

૧૭

કમિન્સ

બો. બોલ્ટ

૧૫

ગાબ્રિયેલ

બો. બોલ્ટ

૦૦

વધારાના

 

૦૮

કુલ

(૬૬.૫ ઓવરમાં ઓલઆઉટ)

૨૨૧

પતન  : ૧-૫, ૨-૪૬, ૩-૯૦, ૪-૧૧૨, ૫-૧૧૭, ૬-૧૩૫, ૭-૧૬૯, ૮-૨૦૪, ૯-૨૨૧, ૧૦-૨૨૧

બોલિંગ : સાઉથી : ૧૯-૯-૩૪-૨, બોલ્ટ : ૨૦.૫-૫-૭૪-૪, ગ્રાન્ડ હોમ : ૧૨-૧-૪૦-૨, વાગનર : ૧૫-૨-૭૩-૨

ન્યુઝીલેન્ડ બીજો દાવ :

રાવલ

કો એન્ડ બો. કમિન્સ

૦૪

લાથમ

એલબી બો. રેફર

૨૨

વિલિયમસન

બો. કમિન્સ

૫૪

ટેલર

અણનમ

૧૦૭

નિકોલસ

કો. ડાઉરિચ બો. કમિન્સ

૦૫

સેન્ટનર

કો. અમરીશ બો. ચેઝ

૨૬

ગ્રાન્ડહોમ

એલબી બો. ગ્રાબ્રિયેલ

૨૨

બ્લેન્ડેલ

કો. પોવેલ બો. ગાબ્રિયેલ

૦૧

વાગનર

કો. હોપ બો. ચેઝ

૦૮

સાઉથી

અણનમ

૨૨

વધારાના

 

૨૦

કુલ

(૭૭.૪ ઓવરમાં ૮ વિકેટ)

૨૯૧

પતન  : ૧-૧૧, ૨-૪૨, ૩-૧૦૦, ૪-૧૧૧, ૫-૧૬૧, ૬-૨૧૨, ૭-૨૩૫, ૮-૨૫૭

બોલિંગ : ગાબ્રિયેલ : ૧૫-૦-૫૦-૨, રોચ : ૬-૧-૨૮-૦, કમિન્સ : ૧૭-૧-૬૯-૩, રેફર : ૧૩-૧-૫૨-૧, બ્રેથવેઇટ : ૯-૦-૩૩-૦, ચેઝ : ૧૭.૪-૧-૫૭-૨

વેસ્ટઇન્ડિઝ બીજો દાવ :

બ્રેથવેઇટ         અણનમ                     ૧૩

પોવેલ            કો. સાઉથી બો. બોલ્ટ        ૦૦

હેટમાયર          કો. વાગનર બો. સાઉથી     ૧૫

હોપ              અણનમ                     ૦૧

વધારાના                                       ૦૧

કુલ               (૮ ઓવરમાં બે વિકેટે)       ૩૦

પતન  : ૧-૪, ૨-૨૭

બોલિંગ : સાઉથી : ૪-૦-૧૮-૧, બોલ્ટ : ૪-૦-૧૧-૧

હેમિલ્ટન ટેસ્ટ રોચક...

*      હેમિલ્ટન  ખાતે રમાઇ રહેલી ટેસ્ટ મેચ હવે રોમાંચક તબક્કામાં પ્રવેશી ગઇ છે

*      રમત બંધ રહી ત્યારે વેસ્ટ ઇન્ડિઝે ૪૪૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા બીજા દાવમાં બે વિકેટે ૩૦ રન બનાવ્યા હતા

*      વિન્ડીઝની ટીમ પ્રથમ દાવમાં ૨૨૧ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડે તેના બીજા દાવમાં આઠ વિકેટે ૨૯૧ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો

*      વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણી બાદ ત્રણ વનડે અને ત્રણ ટ્વેન્ટી મેચો રમાનાર છે. ટેસ્ટ શ્રેણી બાદ બન્ને દેશો વચ્ચે વનડે શ્રેણી રમાશે

*      બન્ને દેશો વચ્ચે વનડે શ્રેણી પૈકીની પ્રથમ વનડે મેચ ૨૦મી ડિસેમ્બરના દિવસે રમાશે. જ્યારે બીજી વનડે મેચ ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાનાર છે. ત્રીજી મેચ ૨૬મી ડિસેમ્બરના દિવસે રમાનાર છે

(7:48 pm IST)