Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટ્ન મિતાલી રાજની માતા આ હતું સપનું

નવી દિલ્હી: એક સમાચારપત્ર ને આપેલા  એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘હું નાની હતી ત્યારે મેં ક્યારેય ટીવી પર મૅચ જોઈ નહોતી. મારા મોટા ભાઈને ક્રિકેટની પ્રૅક્ટિસમાં સહકાર મળે એ માટે મારા પપ્પાએ મને ક્રિકેટ રમતી કરી. નવ વર્ષની હતી ત્યારે મેં હૈદરાબાદમાં આયોજિત બૉય્સ ક્રિકેટ-કૅમ્પમાં ભાગ લીધો. ત્યારે મારા ભાઈના કોચ જ્યોતિ પ્રસાદે મારા પપ્પાને મારી ક્ષમતા વિશે વાત કરી. મારા પપ્પા ખુશ થયા હતા. જોકે મારી મમ્મી લીલા રાજમને ભરતનાટ્યમ ડાન્સર બનાવવા માગતી હતી.’

મિતાલી રાજના મતે મહિલા ક્રિકેટનો રસ્તો સરળ નહોતો, કારણ કે પુરુષોને મળતી હતી એવી કોઈ સુવિધા તેમને નહોતી મળતી. હૈદરાબાદથી દિલ્હી તે અનરિઝર્વ્ડ ટિકિટમાં પણ આવી છે એ વાતનો ઉલ્લેખ પણ તેણે કર્યો હતો.

(6:05 pm IST)