Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ટી-૨૦ કેપ્ટનશીપને અલવિદા કહેનાર વિરાટ ૪ સ્થાન નીચે સરકયો : રાહુલ પાંચમાં સ્થાને

ICC દ્વારા ટી-૨૦ રેન્કીંગ જાહેર : આફ્રિકાના માર્કરામ અને વાનડેર ડુસેનને ફાયદોઃ ઝમ્યા પાંચમાં સ્થાને

નવીદિલ્હીઃ ટી-૨૦ વર્લ્ડ કપની પ્રથમ બે મેચો સિવાય કોહલીને બેટિંગ કરવાની વધુ તક મળી ન હતી અને આના કારણે તેની ટી-૨૦ બેટિંગ રેન્કિંગ પર અસર પડી હતી. બીજી તરફ રાહુલ છેલ્લી ત્રણ મેચમાં પોતાની ત્રણ અડધી સદી સાથે પાંચમાં નંબર પર સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો.

દરમિયાન, એઈડ્ન માર્કરામે વર્તમાન વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા માટે  તેના શાનદાર પ્રદર્શનના આધારે ટી-૨૦ રેન્કિંગમાં જબરદસ્ત છલાંગ લગાવી છે. માર્કરામ તેના બેટ સાથેના શાદનાર પ્રદર્શનને કારણે ટોપ ૧૦ ઓલરાઉન્ડરમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમનો અન્ય એક ખેલાડી, રાસી વાન ડેર ડુસેન પણ બેટ્સમેનોની ટોચની ૧૦ રેન્કિંગમાં જોડાઈ ગયો છે, જે નવી યાદીમાં ૬ સ્થાન આગળ વધીને ૧૦માં સ્થાને છે.

બાંગ્લાદેશ સામે ઝમ્પાની પાંચ વિકેટ તેને પાંચમા સ્થાને લઈ ગઈ, જયારે હેઝલવૂડની વેસ્ટ ઈન્ડિઝ સામેની ચાર વિકેટ તેને ૧૧ સ્થાન ઉપરથી ૮માં સ્થાને લઈ ગઈ. ટોચના ૧૦માં બોલરોમાં ટિમ સાઉથી છે, જેમણે અત્યાર સુધી સારૃં પ્રદર્શન કર્યું છે અને બોલિંગ રેન્કિંગમાં ત્રણ સ્થાન આગળ વધીને  ૯મા સ્થાને છે. નવી યાદીમાં ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાન ખેલાડી ગ્લેન મેકસવેલ અને મિશેલ માર્શ ટોપ ૧૦માં આવી ગયો છે.

મિકસવેલ ત્રણ સ્થાનનો ફાયદો ઉઠાવીને ચોથા નંબરનો ઓલરાઉન્ડર બન્યો છે, જયારે માર્શ પાંચમા સ્થાન ઉપર ચઢીને નવમાં નંબર પર પહોંચી ગયો છે.(

(2:56 pm IST)