Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

થોમસ અને ઉબેર કપ માટે ભારતની આગેવાની કરશે પ્રણોય અને સાયના

નવી દિલ્હી: બેડમિન્ટન સ્ટાર એચએસ પ્રણોય અને સાયના નહેવાલ બીડબ્લ્યુએફ થોમસ અને ઉબેર કપ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની આગેવાની કરશે. થોમસ અને ઉબેર કપનુ આયોજન થાઈલેન્ડના બેંગકોકમાં ૨૦થી ૨૭ મે દરમિયાન કરવામાં આવ્યુ છે. 
થોમસ કપમાં પ્રણોયની સાથે બીસાઈ પ્રણિત, યુવા ખેલાડી સમીર વર્મા અને લક્ષ્ય સેનનો ટીમમાં સમાવેશ કરાયો છે. આ તમામ પુરુષ સિંગલ્સ સ્પર્ધામાં ભાગ લેશે. જ્યારે મહિલા ટીમમાં સાયના નહેવાલ ઉપરાંત વૈષ્ણવી જાકા રેડ્ડી, કૃષ્ણાપ્રિય, અરુણા પ્રભુ અને વૈષ્ણવી ભાલે ઉબેર કપમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરશે. 
આ ઉપરાંત પુરુષ ડબલ્સમાં સુમિત રેડ્ડી અને મનુ અત્રીની જોડી થોમસ કપમાં ભાગ લેશે. તેમની સાથે શ્લોક રામચંદ્ર અને એમઆર અર્જુનની જોડી તેમજ સંયમ શુક્લા અને અરુણ જ્યોર્જની જોડી ભાગ લેશે. જ્યારે ઉબેર કપમાં મહિલા ડબલ્સમાં જેનેધના અને પુર્વીશા રામની જોડી તેમજ પ્રાજક્તા સાંવત અને સંયોગીતા ઘોરપડેની જોડી ભાગ લેશે.

(4:42 pm IST)