Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2024

વાઇડના નિર્ણય બાદ મેચમાં હોબાળો, ગિલે અમ્‍પાયર સાથે ભીડી બાથ

નવી દિલ્‍હી, તા. ૧૧:  ગઇકાલે થર્ડ અમ્‍પાયરના નિર્ણયને લઈને ભારે હોબાળો થયો હતો.

મોહિત શર્માએ ૧૭મી ઓવરનો છેલ્લો બોલ ધીમો ફેંકતા જ તે ઓફ સ્‍ટમ્‍પથી દૂર જવા લાગ્‍યો હતો. અહીં સ્‍ટ્રાઈક પર આવેલા સંજુ સેમસને બોલની લેન્‍થમાં જવાનું શરૂ કર્યું. જોકે તે ચૂકી ગયો અને શોટ ફટકારી શકયો નહીં. આ પછી અમ્‍પાયરે તેને વાઈડ આપ્‍યો હતો. 

અમ્‍પાયરના આ નિર્ણય પર શુભમન ગિલે રિવ્‍યુ લીધો હતો.  જો કે થર્ડ અમ્‍પાયરે આ બોલને વાઇડ ગણાવ્‍યો હતો. આ નિર્ણયથી શુભમન ગિલ ગુસ્‍સે ભરાયો હતો.

(3:45 pm IST)