Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

CWG-2018: આયર્લેન્ડના બોકસરે નાઈટ ક્લબની બહાર કરી મારામારી

નવી દિલ્હી: કોમનવેલ્થ ગેમ્સના પ્રી ક્વાર્ટર ફાઈનલ બોક્સિંગ મુકાબલામાં હારી ચૂકેલા નોર્ધન આયર્લેન્ડના બોક્સરે ગોલ્ડ કોસ્ટની એક નાઈટ કલબ બહાર બાઉન્સરો સાથે મારામારી કરતાં વિવાદ સર્જાયો છે.  આ પછી તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, ઉપરાંત તેને ૪૦૦ પાઉન્ડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ૨૫ વર્ષનાક્શેન મેક્કોમ્બે કોમનવેલ્થ ગેમ્સમાં ૬૪ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં રાઉન્ડ ઓફ ૧૬માં તેને ઈંગ્લેન્ડના બોક્સર સામે હારનો સામનો કરવો પડયો હતો. આ પછી મગળવારે મોડી રાત્રે તે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આવેલા સીન સિટીની બહાર સર્ફર્સ પેરેડાઈઝ નાઈટ કલબની બહાર બાઉન્સરો સાથે મારામારી કરી હતી. આ પછી પોલીસને બોલાવવામાં આવી હતી. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહતી. અલબત્ત પોલીસે તત્કાળ નોર્ધન આયર્લેન્ડના બોક્સરની ધરપકડ કરી હતી અને તેને ત્યાર બાદ છોડી મૂકવામાં આવ્યો હતો. જોકે તેને નાઈટ કલબ તરફ જવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી છે. દરમિયાનમાં કોમનવેલ્થ ગેમ્સના નોર્ધન આયર્લેન્ડના ઓફિસિઅલ્સે આ ઘટનાને સમર્થન આપ્યું હતુ.

(5:27 pm IST)