Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ઈંગ્લેન્ડ સામેની સીરીઝ માટે શ્રીલંકન ટીમની જાહેરાત

કુસલ પરેરાની વાપસી : લાહીરૂ થીરીમાનેને બહારનો રસ્તો દેખાડાયો

નવી દિલ્હી : ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચની સીરીઝ માટે શ્રીલંકન ટીમની જાહેરાત કરી દીધી છે. કુસલ પરેરાની વાપસી થઈ છે અને લાહીરૂ થીરીમાનેને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. ઝીમ્બાબ્વે સામે જાન્યુઆરીમાં ટેસ્ટ સીરીઝ રમનાર છે. પ્રથમ ટેસ્ટ ૧૯મી માર્ચે ગાલેમાં રમાશે.

શ્રીલંકાની ટીમ આ પ્રકાર છે : દીમુથ કરૂણારત્ને (કેપ્ટન), ઓશાડા ફર્નાન્ડો, કુસલ મેન્ડીસ, એન્જેલો મેથ્યુઝ, દિનેશ ચાંદીમલ, કુસલ જેનીથ, ધનંજય ડી સિલ્વા, નીરોશન ડીકવેલા, સુરંગા લકમળ, લાહીરૂ કુમારા, વિશ્વા ફર્નાન્ડો, કસુન રજિતા, દિલરૂવાન પરેરા, લસીથ એમ્બુલડેનીયા, લક્ષણ સંદાકન.

(3:56 pm IST)