Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ખંઢેરીની પીચ ઘણી નબળી, બોલ ઉપર આવતો જ નથી, ધુળ પણ વધુ છે

બંગાળના કોચ અરૂણલાલે પિચ ઉપર ઉઠાવ્યા પ્રશ્ન

રાજકોટ : રણજી ટ્રોફીનો ફાઈનલ મુકાબલો બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ રહ્યો છે એવામાં બંગાળ ટીમના કોચ અરૂણ લાલે પીચને ઘણી નબળી ગણાવીને ભારતીય ક્રિકેટ બોર્ડને આ મામલે દખલ કરવાનું કહ્યું છે. આ બાબતે નારાજગી વ્યકત કરતાં અરૂણ લાલે કહ્યું કે ઘણી નબળી વિકેટ છે. બોર્ડે આવી બાબતમાં ધ્યાન આપવુ જોઈએ. બોલ ઉપર આવતો જ નથી અને એ ક્રિકેટ માટે સારી વાત નથી. અહિં ધૂળ પણ વધારે છે અને રિવસીંગ પણ થાય છે. આ બહુ ખરાબ વિકેટ છે.

(3:24 pm IST)