Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ટોકયો ગેમ્સમાં ભારતના આઠ બોકસરોની એન્ટ્રી કન્ફર્મ

અમ્માન : હાલમાં ચાલી રહેલા એશિયન ઓલિમ્પિક કવોલીફાયર્સમાં નોંધપાત્ર પર્ફોર્મ કરી ભારતના આઠ બોકસરોએ ટોકયો ઓલિમ્પિક ગેમ્સમાં પોતાની એન્ટ્રી કન્ફર્મ કરી લીધી છે. ચાલુ વર્ષના જુલાઈ - ઓગષ્ટ મહિનામાં ટોકયો ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ છે.

૬૦ કિલોગ્રામની કેટેગરીમાં સિમરનજીત કૌરે મંગોલીયાની નમ્મુન મોનખોરને ૫-૦થી માત આપી પોતાની ટોકયો ઓલિમ્પિક ગેમ્સમાં એન્ટ્રી કન્ફર્મ કરી લીધી હતી. આ પહેલા મેરી કોમે ૫૧ કિલોગ્રામ કેટેગરીમાં ફિલીપીન્સની આઈરીશ માગ્નોને ૫-૦થી હરાવી હતી. આ બે બોકસરો ઉપરાંત અમિત પંઘલે બાવન કિલોગ્રામની કેટેગરીમાં ફિલીપીન્સના કાર્લો પાલમને ૪-૧થી હરાવીને ટોકયો ઓલિમ્પિકમાં સીટ પાકી કરી હતી.

સીમરનજીત કૌર, મેરી કોમ અને અમિત પંઘલ ઉપરાંત પૂજા રાની (૭૫ કિલોગ્રામ કેટેગરી), લોવલીની બોર્ગોહૈન (૬૯ કિલોગ્રામ કેટેગરી), વિકાસ કિશન (૬૯ કિલોગ્રામ કેટેગરી), આશિષ કુમાર (૭૫ કિલોગ્રામ કેટેગરી) અને સતીષકુમારે (૯૧ પ્લસ કિલોગ્રામ કેટેગરી) ટોકયો ઓલિમ્પિક ગેમ્સ માટે કવોલીફાય કરી લીધુ છે.

(3:24 pm IST)