Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

વોર્નને બનાવાયો રાજસ્થાન રોયલ્સનો બ્રેન્ડ - એમ્બેસેડર

૨૦૦૮માં રાજસ્થાન રોયલ્સને પોતાની કેપ્ટન્સી હેઠળ આઈપીએલ ચેમ્પિયન બનાવનારા લેજન્ડરી ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્નને બ્રેન્ડ-એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. તે ગઈ સીઝનમાં આ ટીમનો મેન્ટર હતો અને તેણે આ ટુર્નામેન્ટની પહેલી ૪ સીઝનમાં ટીમની કેપ્ટન્સી કરી હતી. તેણે કહ્યું હતું કે આ ટીમનો બ્રેન્ડ એમ્બેસેડર બનાવવામાં આવતાં મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. ટીમનો મારા પર વિશ્વાસ અને ફેન્સના સતત સપોર્ટનો હું આભારી છું. અમે બનાવેલી પ્રતિષ્ઠાને જાળવી રાખવી ખૂબ મહત્ત્વની છે અને સાથે નવી અને મોડર્ન ઓળખ ઊભી કરવી જરૂરી છે. ટીમની જર્સનો રંગ બ્યુમાંથી પિન્ક કરવામાં આવ્યો છે, કારણ કે રાજસ્થાનનાં શહેર જયપુર અને જોધપુર પિન્ક સિટી તરીકે પ્રખ્યાત છે.

(3:56 pm IST)