Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

કોહલી અને શાસ્ત્રી સાથે બીસીસીઆઇ પણ છે સહમત

ટેસ્ટ મેચને ચાર દિવસની નહિં કરવી જોઇએ

નવી દિલ્હી : ટેસ્ટ મેચની પારંપરિક પાંચ દિવસના ફોર્મેટને બદલીને ચાર દિવસની કરવાના પ્રસતાવ પર ક્રિકેટજગતમાં ચર્ચા ચાલી રહી છે. આ પ્રસ્તાવના પક્ષમાં વિરાટ કોહલી, સચિન તેન્ડુલકર અને રવિ શાસ્ત્રી જેવા પ્લેયરોએ પોતાની અસહમતી દર્શાવી હતી અને તેમના આ નિર્ણયમાં હવે ભારતીય ક્રિકેટ બોર્ડ પણ જોડાવાની સંભાવના છે. ટૂંકમાં બોર્ડ એના પ્લેયરોને ટેકો આપી 'હમ સાથ સાથ હૈ'ની સ્ટ્રેટેજી અપનાવી રહી છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ ઉકત બાબતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ સાઉથ આફ્રિકા સાથે નજીકના દિવસોમાં વાતચીત કરશે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ હાલમાં પોતાના પ્લેયરો અને કોચના નિર્ણયમાં સાથે હોવાની વાત કરી રહ્યું છે. સામા પક્ષે માત્ર ભારતના જ નહીં, પણ જો રૂટ, ફેંફ ડુ પ્લેસી જેવા મોટા પ્લેયરો પણ આ બાબતે શું મત ધરાવે છે એ પણ જાણવા જેવું છે. જે ટીમ રેન્કિંગ્સમાં નીચે છે તેમને માટે ચાર દિવસની ટેસ્ટ મેચનો વિકલ્પ સારો કહી શકાય છે, પણ ટોપ રેન્કિંગ્સ ટીમ માટે કદાચ યોગ્ય ન પણ હોય.

(3:27 pm IST)