Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

બેન સ્ટોક્સ પર ૩૦,૦૦૦ પાઉન્ડનો દંડ અને આઠ મેચનો પ્રતિબંધ

નવી દિલ્હી: ગત વર્ષે સપ્ટેમ્બરમાં બ્રિસ્ટલ ખાતેની એક નાઇટ ક્લબ બહાર મારામારીના કેસમાં ઇંગ્લિશ ક્રિકેટર બેન સ્ટોક્સ અને એલેક્સ હેલ્સને મોટી રાહત મળી છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના અનુશાસન કમિશને બંને ખેલાડીઓ પર દંડ ફટકારવાની સાથે કેટલીક મેચોનો પ્રતિબંધ લગાવ્યો છે પરંતુ રકમ ચૂકવ્યા બાદ સ્ટોક્સ ઇંગ્લિશ ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે કારણ કે તેના પર જેટલી મેચનો પ્રતિબંધ લગાવ્યો હતો તેટલી મેચમાં તે ગત વર્ષે વિવાદ બાદ બહાર રહી ચૂક્યો છે.અનુશાસન પેનલે બંને ખેલાડીઓને ઇસીબીના કોડ ઓફ કન્ડક્ટસ .૩ના ઉલ્લંઘનના દોષિત માન્યા હતા. બેન સ્ટોક્સ પર ૩૦,૦૦૦ પાઉન્ડનો દંડ અને આઠ મેચનો પ્રતિબંધ લગાવ્યો છે. એશિઝસિરીઝની અંતિમ બે ટેસ્ટ મેચ, ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝની પાંચ મેચ અને ટી-૨૦ સિરીઝની પ્રથમ બે મેચમાં તે મામલો ચાલતો હોવાથી રમી શક્યો નહોતો આથી આઠ મેચના પ્રતિબંધની શરત પૂર્ણ થઈ ચૂકી છે અને હવે રકમ ચૂકવી તે ઇંગ્લેન્ડની ટીમ તરફથી રમી શકે છે. સ્ટોક્સે સોશિયલ મીડિયા પર નિવેદન આપતાં પોતાને અપાયેલી સજાને સ્વીકારી લીધી છે.એલેક્સ હેલ્સ પર ૧૭,૫૦૦ પાઉન્ડનો દંડ અને મેચનો પ્રતિબંધ લગાવાયો છે. હેલ્સે માત્ર બે મેચ ગુમાવી હતી પરંતુ તેની સજા સસ્પેન્ડેડ સજા છે એટલે કે તે જો ભવિષ્યમાં ફરી પ્રકારની હરકત કરશે ત્યારે તેને સજા ભોગવવી પડશે. એટલે કે હેલ્સ પણ સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે. હેલ્સે પણ પોતાની સજાને સ્વીકારી લીધી છે.

(4:49 pm IST)