Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ટીમ ઈન્ડિયાની બલ્લે બલ્લે... ૩૧ રને શાનદાર જીત

ભારતે ૨જી ઈનીંગમાં આપેલા ૩૨૩ રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાની આખી ટીમ ૨૯૨ રનમાં ઢેર : સિરીઝમાં ૧-૦થી આગળઃ બીજા દાવમાં બેટ્સમેનોએ રંગ રાખ્યા બાદ બોલરોનું પણ સુપર્બ પર્ફોર્મન્સ : બુમરાહ, અશ્વિન અને શામીને ૩-૩ વિકેટો

એડીલેડ, તા.૧૦ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ સિરીઝના પ્રથમ ટેસ્ટમાં ભારતનો ૩૧ રને ભવ્ય વિજય થયો છે. ટેસ્ટ મેચોની સિરીઝમાં ભારતે ૧-૦ની લીડ મેળવી લીધી છે. બીજા દાવમાં ભારતે આપેલા ૩૨૩ રનના જંગી ટાર્ગેટ સામે કાંગારૂઓ ૨૯૧ રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ દાવ લેતા આખી ટીમ ૨૫૦ રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતું. ત્યારબાદ ભારતીય બોલરોએ પણ શાનદાર દેખાવ કરી કાંગારૂઓને ૨૩૫ રનમાં ઢેર કરી દીધા હતા.

બીજી ઈનીંગમાં બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કર્યો હતો. લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજીન્કીયા રહાણેની સારી બેટીંગના લીધે બીજી ઈનીંગમાં ભારત ૩૦૭ રનમાં ઓલઆઉટ થયુ હતું. આમ કાંગારૂઓને જીત માટે ૩૨૩ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ગઈકાલે જ ભારતે ૪ કાંગારૂ બેટ્સમેનોને પેવેલીયન ભેગા કરી દીધા હતા.

બીજા દાવમાં ફીન્ચ ૧૧, હેરીસ ૨૬,  ખ્વાજા ૮, માર્શ ૬૦, હેન્ડ્સકોમ્બ ૧૪, હેડ ૧૪, પેઈન ૪૧, કમીન્સ ૨૮, સ્ટાર્ક ૨૮ અને હેઝલવૂડ ૧૩ રને આઉટ થયા હતા.

ટીમ ઈન્ડિયાના બોલરોનું બુમરાહ ૩, શમી ૩, અશ્વિન ૩, ઈશાંત ૧ અને આખી ટીમ ૧૧૯.૫ ઓવરમાં ૨૯૧ રને ઓલઆઉટ થઈ જતાં ભારતનો ૩૧ રને ભવ્ય વિજય થયો હતો.(૩૭.૩)

(11:27 am IST)