Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ભારત-વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે રવિવારે ટ્વેન્ટી જંગ ખેલાશે

ભારત ૩-૦થી શ્રેણી જીતવા માટે સંપૂર્ણપણે તૈયારઃ ટેસ્ટ અને વનડે શ્રેણી હાલ જીતી લીધા બાદ હવે ભારતીય ટીમ ટ્વેન્ટી શ્રેણી ઉપર ૩-૦થી કબજો જમાવવા સુસજ્જ

ચેન્નાઇ,તા. ૧૦: ન્નાઇના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની ટ્વેન્ટી શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમાનાર છે. આને લઇને સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતીય ટીમ પહેલાથી જ શરૃઆતની બંને મેચો જીતીને ૨-૦ની લીડ ધરાવે છે. આવતીકાલે રમાનારી આ મેચ પણ જીતીને ભારત શ્રેણી ૩-૦થી જીતી લેવા માટે સંપૂર્ણ સજ્જ છે. ચેન્નાઇમાં રમાનારી મેચને લઇને ભારે ઉત્સાહ છે. ભારતે કોલક્તામાં રમાયેલી પ્રથમ ટ્વેન્ટી મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી અને બીજી ટ્વેન્ટી મેચ જે લખનૌ ખાતે રમાઇ હતી તે ૭૧ રને જીતી લીધી હતી.હવે આવતીકાલે ત્રીજ અને અંતિમ મેચ રમાનાર છે. ભારતીય ઇલેવનમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. બુમરાહ પણ રમશે નહીં. વિન્ડીઝની ટીમમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. રોહિત શર્મા જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેન પાસે હજુ કેટલાક રેકોર્ડ કરવાની તક રહેલી છે. મેચમાં તમામની નજર રોહિત શર્મા અને શિખર ધવનની બેટિંગ પણ કેન્દ્રિત રહેશે. ધોનીની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવેલા રિશભ પંત પણ દબાણ હેઠળ છે. કારણ કે તેને ધોની કરતા વધારે સારી વિકેટકિપિંગ કરવી પડશે. વિન્ડીઝની ટીમ સારા ફોર્મમાં દેખાઇ રહી નથી.  ભારતે રોહિત શર્માના નેતૃત્વમાં હવે આ શ્રેણી પર પણ ૩-૦થી કબજો જમાવવા માટે તૈયારી કરી લીધી છે. ભારતે પહેલા ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. ત્યારબાદ વનડે શ્રેણી ૩-૧થી જીતી લીધી હતી. હવે ટ્વેન્ટી-૨૦ શ્રેણી મોટા અંતર સાથે જીતવા માટે ટીમ ઇન્ડિયા તૈયાર છે. પૂર્વ કેપ્ટન ધોની વગર ભારતીય ટીમ મેદાનમાં ઉતરનાર છે. ધોનીને પડતો મુકવામાં આવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. વન ડે શ્રેણી પહેલા બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વેસ્ટઇન્ડિઝને ૨-૦થી કચડી નાંખવામાં આવ્યા બાદ ટીમ ઇન્ડિયા ધારણા પ્રમાણે જપ્રથમ મેચમાં જોરદાર દેખાવ કર્યો હતો. વનડે શ્રેણી પહેલા હૈદરાબાદમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ પણ જીતીને ભારતે નવો ઇતિહાસ સર્જ્યો હતો.  ભારતે  વેસ્ટઇન્ડિઝ ઉપર હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી. યજમાન ટીમને જીતવા માટે માત્ર ૭૨ રનની જરૃર હતી. જે ભારતે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા હતા.  તે પહેલા  રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.ભારતે  વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી.  ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી.

શ્રેણીમાં મેચોના પરિણામ

ચેન્નાઇના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની ટ્વેન્ટી શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમાનાર છે. આને લઇને સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતીય ટીમ પહેલાથી જ શરૃઆતની બંને મેચો જીતીને ૨-૦ની લીડ ધરાવે છે.ટેસ્ટ મેચો, વનડે મેચો અને ટ્વેન્ટી મેચોના પરિણામ શુ રહ્યા છે તે નીચે મુજબ છે.

¨    ૪-૬ ઓક્ટોબર પ્રથમ ટેસમાં રાજકોટમાં ભારતની ઇનિગ્સ અને ૨૭૨ રને જીત

¨    ૧૨-૧૪ ઓક્ટબર બીજી ટેસ્ટમાં હૈદરાબાદ ખાતે ભારતની ૧૦ વિકેટે જીત થઇ

¨    ૨૧મી ઓક્ટબરે ગુવાહાટીમાં પ્રથમ વનડેમાં ભારતની આઠ વિકેટે જીત થઇ

¨    ૨૪મી ઓક્ટોબરે વિશાખાપટ્ટનમમાં બીજી વનડે મેચ ટાઇ રહી

¨    ૨૭મી ઓક્ટોબરે પુણેમાં ત્રીજી વનડેમાં વિન્ડીઝની ૪૩ રને જીત થઇ ગઇ

¨    ૨૯મી ઓક્ટોબરે મુંબઇમાં ચોથી વનડેમાં ભારતની ૨૨૪ રને જીત થઇ ગઇ

¨    થિરુવનંતપુરમાં પાંચમી વનડેમાં ભારતની નવ વિકેટે જીત

¨    ચોથી નવેમ્બરે પ્રથમ ટ્વેન્ટીમાં ભારતમાં પાંચ વિકેટે જીત

¨    છઠ્ઠી નવેમ્બરે બીજી ટ્વેન્ટ મેચમાં ભારતની ૭૧ રને જીત

ટ્વેન્ટી રોમાંચની સાથે સાથે : ન્ટી શ્રેણીમાં છગ્ગા-ચોગ્ગાની રમઝટ જોવા મળશેઃ ચેન્નાઇ, તા. ૧૦

ચેન્નાઇના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની ટ્વેન્ટી શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમાનાર છે. આને લઇને સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતીય ટીમ પહેલાથી જ શરૃઆતની બંને મેચો જીતીને ૨-૦ની લીડ ધરાવે છે. આવતીકાલે રમાનારી આ મેચ પણ જીતીને ભારત શ્રેણી ૩-૦થી જીતી લેવા માટે સંપૂર્ણ સજ્જ છે

¨    ભારત-વિન્ડિઝ વચ્ચે આવતીકાલે ચેન્નાઇમાં ત્રીજી અને છેલ્લ ટ્વેન્ટી મેચ રમાશે

¨    ભારત શ્રેણી ૩-૦થી જીત લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે

¨    ચેન્નાઇમાં રમાનારી મેચમાં જોરદાર છગ્ગા અને ચોગ્ગાની રમઝટ જોવા મળે તેવી સંભાવના

¨    ધોનીને પડતો મુકવામાં આવ્યા બાદ કરોડો ચાહકો ભારે નારાજ થયેલા છે

¨    ધોની હજુ પણ દુનિયાના સૌથી શ્રેષ્ઠ વિકેટકિપર હોવાની સાબિતી સતત આપી છે

¨    બંને દેશો વચ્ચે ટ્વેન્ટી મેચોની વાત કરવામાં આવે તો ભારતીય ટીમનો દેખાવ સારો રહ્યો છે

¨    કરોડો ક્રિકેટ ચાહકો અંતિમ મેચને લઇને ભારે રોમાંચ

¨    કોહલીએ ૬૨ મેચોમાં ૪૮ રનની સરેરાશ સાથે ૨૧૦૨ રન કર્યા છે

¨    વેસ્ટ ઇન્ડિઝની ટીમ લડાયક દેખાવ કરવા માટે તૈયાર છે

¨    વેસ્ટ ઇન્ડિઝની ટીમ ટેસ્ટ અને વનડે શ્રેણી હારી ગયા બાદ ટ્વેન્ટી શ્રેણીમાં વધારે સારો દેખાવ કરવા માટેના ઇરાદા સાથે ઉતરશે

¨    વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં પણ કેટલાક આશાસ્પદ ખેલાડી છે પરંતુ અનુભવના કારણે ટીમ પાછળ છે

¨    ચેન્નાઇના મોટા મેદાન તરીકે હોવાના કારણે મેચમાં છગ્ગા ચોગ્ગાની રમઝટને લઇને વધારે ઉત્સાહ જોવા મળી શકે છે

¨    રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે જેથી બશપ્રીત  બુમરાહ રમશે નહીં

¨    રવિવાર હોવાથી લાખો ચાહકો મેચની મજા માણવા માટે ઉત્સુક છે

(1:11 pm IST)