Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો વિજયી પ્રારંભ :ન્યૂઝિલેન્ડને 34 રને આપ્યો પરાજય

કેપ્ટન હરમનપ્રીત કૌર મેન ઓફ ધ મેચ :8 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 51 બોલમાં ટી20માં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની

ગુયાનાઃ વેસ્ટ ઈન્ડિઝમાં મહિલા ટી20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ગ્રુપ-બીમાં ભારતીય મહિલા ટીમેં ન્યૂઝિલેન્ડની મહિલા ટીમને 34 રને હરાવ્યું હતું

  વેસ્ટ ઈન્ડિઝના ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝિલેન્ડને જીતવા માટે 195 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 160 રન બનાવી શકી હતી. ભારતની કેપ્ટન હરમનપ્રિત કૌરે 103 રન બનાવીને સદી ફટકારનારી પ્રથમ મહિલા બની હતી. સાથે મહિલા ટી20 ક્રિકેટના ઈતિહાસનો ભારતીય ટીમે હાઈએસ્ટ સ્કોર પણ બનાવ્યો હતો

ન્યૂઝિલેન્ડની ટીમની શરૂઆત સારી રહી હતી. ઓપનર સુઝી બેટ્સ અને એના પિટરસને પ્રથમ વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી હતી. જોકે, ત્યાર બાદ ન્યૂઝઇલેન્ડની ખેલાડીઓ ભારતીય બોલરોનો સામનો કરી શકી હતી અને એક પછી એક વિકેટ પડતી ગઈ હતી. ન્યૂઝિલેન્ડ તરફથી ઓપનર સુઝી બેટ્સે સૌથી વધુ 50 બોલમાં 67 રન બનાવ્યા હતા. વિકેટ કીપર કેટી માર્ટીને ત્યાર બાદ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા

(11:54 am IST)