Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમશે સેરેના

સાત વખતની ચેમ્પિયન અમેરીકાની ટેનીસ ખેલાડી સેરેના વિલિયમ્સ ૨૦૧૯માં આઠમી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતવા માટે કોર્ટમાં ઉતરશે જે ગયા વર્ષે બાળકના જન્મને કારણે નહોતી રમી. ૨૩ વખત ગ્રેન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના છેલ્લે ૨૦૧૭માં અહીં રમી હતી ત્યારે તે ગર્ભવતી હતી. ઓસ્ટ્રેલિયન ઓપનના ડિરેકટરે કહ્યું હતું કે મને એ જણાવતા આનંદ થાય છે કે સેરેના અહિં રમશે. તે ૨૦૧૭માં ગર્ભવતી હોવા છતાં ટાઈટલ જીતી હતી.

(3:49 pm IST)