Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સ્મિથને હંમેશા ચીટર તરીકે યાદ રાખવામાં આવશે : સ્ટીવ હાર્મિસન

સ્મિથે એશિઝમાં ૧૩૪ની એવરેજથી ૬૭૧ રન બનાવ્યા છે

લંડન : ઈંગ્લેન્ડ વતી ૬૩ ટેસ્ટ રમનાર ભૂતપૂર્વ પેસર સ્ટીવ હાર્મિસને કહ્યું કે સ્મિથના શાનદાર રેકોર્ડ છતા તેને હંમેશા ચીટર તરીકે યાદ રાખવામાં આવશે. ગયા વર્ષે માર્ચમાં સ્મિથ બોલ ટેમ્પરીંગનું ષડયંત્ર કરતા પકડાયો હતો અને તેના પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સ્મિથે વર્તમાન એશિઝ સીરીઝમાં ૧૩૪.૨૦ની એવરેજથી ૬૭૧ રન બનાવ્યા છે.

એક વિડીયો સ્ટેશનને આપેલા ઈન્ટરવ્યુમાં હાર્મિસને કહ્યુ હતું કે હું સ્મિથને માફ નહિં કરી શકુ. તે ચીટર હતો એટલે હું તેને ચીટર માનુ છું. હું કંઈ વધારે બઢાવી - ચઢાવીને નથી બોલતો. તેને આજીવન સાઉથ આફ્રિકામાં બોલ - ટેમ્પરીંગના ચીટ ગેટ માટે યાદ રાખવામાં આવશે. તેણે ગેમની પ્રતિષ્ઠા બગાડી છે.

(3:15 pm IST)