Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ઇંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ મેચમાં ભારતની સ્થિતિ કફોડી :58 રનમાં ત્રણ વિકેટ ગુમાવી:જીત માટે 406 રનની જરૂર

ઓપનર એલસ્ટર કૂક 147 અને સુકાની જો રૂટ 125 રન ફટકાર્યા

ઓવલમાં રમાઈ રહેલી પાંચ મેચોની શ્રેણીની અંતિમ મેચમાં ઈંગ્લેન્ડે ભારત વિરુદ્ધ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે.ચોથા દિવસના અંતે ભારતે ત્રણ વિકેટના નુકસાને 58 રન બનાવ્યા છે. દિવસની રમત પૂર્ણ થાય ત્યાં સુધી કેએલ રાહુલ 46 અને અજિંક્ય રહાણે 10 રન બનાવી અણનમ પેવેલિયન પરત ફર્યા હતાં. ભારતે હવે 464 રનના લક્ષ્યાંકથી 406 રન દૂર છે અને તેની સાત વિકેટ બાકી છે.

 આંતરરાષ્ટ્રીય કારકીર્દીની છેલ્લી ઇનિંગ રમી રહેલા ઓપનર એલસ્ટર કૂક 147 અને સુકાની જો રૂટ 125 એ ભારત સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે, સોમવારે 423 રનની ઈનિંગ્સ રમી હતી.

 ભારતની બીજી ઈનિંગની શરૂઆત ખૂબ જ કંગાળ રહી. જેમ્સ એન્ડરસને પોતાના બીજી ઓવરમાં ભારતને પ્રથમ ઝટકો આપ્યો. ભારતીય ક્રિકેટર શિખર ધવનના ખરાબ ફોર્મની સ્થિતિ અહીં પણ યથાવત રહીં અને ફક્ત 1 રન બનાવી પરત ફર્યા હતાં.

(12:23 am IST)