Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

બીએફઆઈ સબ-જુનિયર નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં હરિયાનાએ મેળવ્યા 8 મેડલ

નવી દિલ્હી: હરીયાણાની છોકરીઓએ પોતાનો દબદબો જાળવી રાખતા બીએફઆઈ સબ-જુનિયર નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ૯માંથી ૮ ગોલ્ડ પોતાના નામે કર્યા છે. મહારાષ્ટ્રની દેવિકાને સર્વશ્રેષ્ઠ બોક્સર જાહેર કરવામાં આવી. ચેમ્પિયનશિપમાં હરીયાણા ઉપરાંત મણિપુરે બે અને ઉત્તરાખંડ તથા આંધ્રપ્રદેશે ૧-૧ ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો. હરીયાણા માટે ગોલ્ડ જીતવાની શરુઆત મુસ્કાન સિંહે ૩૪ કિલોગ્રામથી કરી. તેણે ફાઈનલમાં પંજાબની ભાવના અજય કુમારને ૪-૧થી માત આપીને ગોલ્ડ મેડલ જીત્યો. આગામી મુકાબલામાં હરીયાણાની નિશાને તમિલનાડુની એમ લોશિની તરફથી હારનો સામનો કરવો પડયો અને તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો. મુસ્કાન ઉપરાંત પ્રાચી સિન્હા (૪૦ કિલોગ્રામ), પ્રીચી (૪૨ કિલોગ્રામ), તમન્ના (૪૪ કિલોગ્રામ), આંચલ સૈની (૫૨ કિલોગ્રામ), પ્રીતિ દહીયા (૫૭ કિલોગ્રામ) અને પ્રાંજલ યાદવ (૬૩ કિલોગ્રામ)એ હરીયાણા માટે ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો.મહારાષ્ટ્રની દેવીકાએ દિલ્હીની સંજના રામકરણને ૪-૧થી હરાવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. મહારાષ્ટ્રની બે અન્ય બોક્સરોએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યા. મણિપુર માટે વેનિકા ચાનૂએ ૩૮ કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.

(5:47 pm IST)