Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

એન્ડરસનને દંડ : અમ્પાયર સામે આક્રમક ભાષામાં વાત કરી'તી

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને અમ્પાયર સાથે ખરાબ વર્તન કરવા બદલ ICC દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. શનિવારે વિરાટ કોહલી સામે લેગ બિફોર વિકેટ (LBW)નો રિવ્યુ લેતી વખતે તેણે અમ્પાયર કુમાર ધર્મસેના સામે આક્રમક ભાષામાં વાતચીત કરી હતી જે બદલ તેની મેચ-ફીનો ૧૫ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. કોહલીની વિકેટ બેન સ્ટોકસે લીધી હતી.

(4:33 pm IST)