Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

CWG-2018: 63 વર્ષીય બેનોર્ડ લીધો પિસ્તોલ શૂટિંગમાં ભાગ

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮ની પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં બાર્બાડોઝના ૬૩ વર્ષીય બર્નાર્ડ ચેઝ પણ ભાગ લઇ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સની શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવાના થોડા મહિના અગાઉ બર્નાર્ડ ચેઝને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમને કોમનવેલ્થમાં ભાગ લેવા માટે કાર્ડિયોલોજીસ્ટનું ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડયું હતું. ચાર સંતાનના પિતા ચેઝે કોમનવેલ્થ ગેમ્સમાં સૌપ્રથમવાર ૧૬ વર્ષ અગાઉ ભાગ લીધો હતો. વેસ્ટ ઇન્ડીઝના મહાન ફાસ્ટ બોલર જોએલ ગાર્નર બાળપણથી ચેઝના ખૂબ સારા મિત્ર છે
 

(5:57 pm IST)