Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

શૂટર હિના સિદ્ધુએ ભારતને અપાવ્યો ૧૧મો ગોલ્ડ

હોકીમાં અને બોકસીંગમાં પણ મેડલ પાક્કા : મેડલ ટેલીમાં ભારત ત્રીજા સ્થાને : ઓસ્ટ્રેલિયા ટોચ ઉપર

ગોલ્ડકોસ્ટ, તા. ૧૦ : ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના છઠ્ઠા દિવસે શૂટિંગમાં ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ૨૫ મીટર પિસ્ટલ ઇવેન્ટમાં હીના સિદ્ઘુએ ભારતને ગોલ્ડ અપાવ્યો છે. તેની સાથે જ ભારતના ગોલ્ડ મેડલની કુલ સંખ્યા ૧૧ થઈ ગઈ છે. હિનાએ ફાઇનલમાં રેકોર્ડ ૩૮ પોઈન્ટ નોંધાવ્યા. આ પહેલા હિનાએ મહિલાઓની ૧૦ મીટર એર પિસ્ટલમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની મેન્સ હોકી ટીમે પૂલ બીના મુકાબલમાં મલેશિયાને ૨-૧થી હરાવતાની સાથે જ ભારતને સેમી ફાઇનલની ટિકિટ મળી ગઈ.- ભારત માટે બંને ગોલ હરમનપ્રીત સિંહ કર્યા. તેઓએ બે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી દીધા.- મલેશિયા તરફતી ફૈઝલ સારીએ મેચની ૧૬મી મિનિટમાં ગોલ કર્યો.- ઉલ્લેખનીય છે કે, ભારતે પહેલી મેચ પાકિસ્તાનની વિરૃદ્ઘ ૨-૨થી ડ્રો રહી હતી. બીજી મેચમાં વેલ્સને ૪-૩થી હરાવ્યું હતું.

અત્યાર સુધી ભારતે ૧૧ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૫ બ્રોન્ઝ સાથે કુલ ૨૦ મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં તે ત્રીજા નંબરે છે. - મેડલ ટેલીમાં પહેલા નંબરે ૧૦૯ મેડલ સાથે ઓસ્ટ્રેલિયા છે. તેણે ૪૧ ગોલ્ડ, ૩૪ સિલ્વર અને ૩૪ બોન્ઝ મેડલ જીત્યા છે. બીજા નંબરે ઈંગ્લેન્ડ છે તેણે કુલ ૬૯ મેડલ જીત્યા છે જેમાં ૨૩ ગોલ્ડ, ૨૬ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

(2:49 pm IST)