Gujarati News

Gujarati News

News of Tuesday, 10th March 2020

ક્રિકેટરોએ પણ હોળી શાનદાર રીતે ઉજવીઃ દેશવાસીઓને ટ્‍વીટર ઉપર શુભેચ્‍છા પાઠવી

નવીદિલ્‍હીઃ હોળી- ધૂળેટીના પર્વ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્‍યો હતો. તો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડીઓ અને હાલના ખેલાડીઓ સચિન, હરભજન, વિરાટ, ધવન, ઈશાંત સહિતના ખેલાડીઓએ દેશવાસીઓને હોળીની શુભેચ્‍છા પાઠવી હતી અને સોશ્‍યલ મીડિયામાં ફોટો પણ શેર કર્યા હતા. વિરાટ કોહલીએ લખ્‍યું કે ‘તમામ દેશવાસીઓને હોળીની શુભેચ્‍છા આ તહેવાર તમારા સૌના જીવનમાં રંગ લાવે હેપ્‍પી હોલી.'

શિખર ધવને ટિવટર ઉપર પોતાના પરિવાર સાથે ફોટો ટ્‍વીટ કરી લખ્‍યું છે કે ‘અપનો સે અપનો કો મિલતી હૈ હોલી, ખુશીયો કે રંગ લાતી હૈ હોલી હેપ્‍પી હોલી' હાર્દિક પંડયા, ઈશાંત શર્મા અને લક્ષ્મણે પણ દેશવાસીઓને હોળીની શુભેચ્‍છા પાઠવી હતી.(૩૦.૬)

(5:45 pm IST)