Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

રોનાલ્ડોએ યુવેન્ટ્સ માટે બનાવ્યો રેકોર્ડ : ૧૦ મેચમાં ૧પ ગોલ કર્યા

રોમ, તા. ૧૦ : ફુટબોલના સ્ટાર પ્લેટર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યુવેન્ટસ ટીમ વતી રમતાં સીરીઝ અને સતત ૧૦ ગેમમાં ગોલ કરનારો પહેલો પ્લેયર બન્યો હતો. તેણે છેલ્લી ૧૦ ગેમમાં કુલ ૧પ ગોલ કર્યા હતા. રોનાલ્ડોએ આ રેકોર્ડ નોંધાવ્યો હોવા છતાં તેની ટીમ હેલાસ વેરોના સામે ૧-રથી હારી ગઇ હતી.

મેચની ૬પ મી મિનિટે રોનાલ્ડોએ પોતાનો ૧પ મો ગોલ કર્યો હતો. આ ગોલ સાથે રોનાલ્ડોએ સીરીઝમાં કરેલા કુલ ગોલની સંખ્યા ર૦ થઇ છે. હેલાઇ વેરોના માટે ફેબિયો બોરીનીએ ૭૬ મી મિનિટમાં જયારે જિઆમ્પોલો પઝઝનીએ ૮૬ મી મીનીટે બીજો ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી. જે છેલ્લે જીતમાં પરિણમી હતી.

(4:36 pm IST)